Charotar Sandesh
ગુજરાત

આગામી ૪ દિવસમાં રાજ્ય સહિત અમદાવાદમાં ગરમીનો પારો વધવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં એક બાજુ લોકડાઉન ચાલું રહ્યું છે તો બીજી બાજુ કોરોના વાયરસ પોતાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર અમદાવાદ બન્યું છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકડાઉનના કારણે પર્યાવરણ સ્વચ્છ થઈ ગયું છે. કૃદરતના ખોળે રમતી પ્રકૃતિ હાલ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવી રીતે ફાલી છે. તેની અસર હાલ અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં હાલ ગરમીની સીઝન ચાલું થઈ ગઈ છે. અમદાવાદમાં હાલ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી ચૂક્યો છે, તેમ છતાં રાજ્ય સહિત શહેરમાં ગરમીનો અહેસાસ જોવે તેટલો થઈ રહ્યો નથી. એક રીતે કહીએ તો તાપમાનની અસર શહેરમાં વર્તાઈ રહી નથી. આ થવા પાછળ પ્રદૂષણ જવાબદાર છે. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ નહીંવત બનતા શહેરોમાં ગરમી ઘટી ગઈ છે. તેમ છતાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે આગામી ૪ દિવસમાં રાજ્ય સહિત અમદાવાદમાં ગરમીનો પારો હજૂ વધશે.
હવામાન વિભાગના મતે આગામી ૪ દિવસમાં ગરમીનો પારો ૪૦થી કૂદીને સીધો ૪૨થી ૪૩ પર જઈ શકે છે. હાલ લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ છે, વાહનો અને કારખાનામાંથી નીકળતા ધુમાડાથી ફેલાતું પ્રદૂષણ ઘટતા આ અસર જોવા મળી રહી છે. જેથી શનિવારથી અમદાવાદમાં ગરમીનો પારો વધીને ૪૧ અને આગામી ત્રણ દિવસમાં ૪૨ ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા છે. સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી અને અમદાવાદમાં ૪૨ ડિગ્રી પાર કરી જશે, તેમજ સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હિટવેવનું મોજુ ફરી વળવાની પ્રબળ શક્યતા છે.
લૉકડાઉનથી શહેરમાં પ્રદૂષણ ઘટતા વાતાવરણમાં ભળતા કાર્બન ડાયોકસાઇડ, કાર્બન મોનોકસાઇડ, નાઇટ્રેટ ઓક્સાઇડ અને ઓઝોન જેવા ઝેરી વાયનું પ્રમાણ એકદમ ઘટી જતાં એર કવોલીટીમાં સુધારો થયો છે. આ ઝેરી વાયુ વાતાવરણમાં ભળવાથી ગરમીમાં વધારો થતો હોય છે, જયારે છેલ્લાં ૧૨ દિવસથી વાહનો અને કારખાનાઓ બંધ હોવાથી ઝેરી વાયુનું પ્રમાણ ઘટી ગયું છે. તેમજ રાજ્યમાં સુકા પવનો વચ્ચે ભેજમાં ઘટાડો થતાં ગરમી હોય તેટલી અનુભવાતી નથી, જેને રિયલ ફિલ’કહે છે. ગત ૮ એપ્રિલે દિવસભરના વાતાવરણની વાત કરીએ તો, અમદાવાદમાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા હતું, જે ઘટીને ૧૦ એપ્રિલે ૨૧ ટકાએ પહોંચ્યું છે, જેથી ગરમી હોવા છતાં બફારાનો અનુભવ થતો નથી. વાતાવરણ સૂકું રહેતાં ભેજના પ્રમાણમાં ઘટાડો થતાં બફારામાં ઘટાડો થતાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી હોવા છતાં ગરમીની અસર વર્તાતી નથી.

Related posts

LRD-PSI બંન્ને ભરતી માટે અરજી કરનારે એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે

Charotar Sandesh

ગૃહપ્રધાન અમિત શાહ ૧૭ ઑક્ટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાસે…

Charotar Sandesh

કલમ ૩૭૦ હટતા વકીલો અને લોકોએ ફટાકડા ફોડી નિર્ણય વધાવ્યો…

Charotar Sandesh