મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામના સ્થળની મુલાકાત લીધી, જ્યાં કામ કરતા શ્રમિકોને સાંસદ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું…
આણંદ : તારીખ ૧૮/૦૫/૨૦૨૦ ના સોમવારના રોજ આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ પટેલ (બકાભાઇ) એ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તેઓએ દત્તક લીધેલ ગામ અંબાવ (તાલુકો આંકલાવ) ગામમાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામ ના સ્થળની મુલાકાત લીધી, જ્યાં કામ કરતા શ્રમિકોને સાંસદ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું તથા શ્રમિકોને તેઓના કામ વિશે તથા કામના સ્થળે તેઓને કઇ કઇ સુવિધાઓ મળે છે તેના વિશે પૂછપરછ કરી તથા કામના સ્થળે માસ્ક ફરજિયાત પહેરવાનું અને સોશિયલ ડિસ્ટસિંગ રાખવાનું માર્ગદર્શન આપ્યું.
અંબાવ ગામના કૈલાશ નગર ઇન્દિરા કોલોની વિસ્તારમાં આર.સી.સી રસ્તાના વિકાસના કામનું ખાત મુહૂર્ત કરી તમામ કામો પૂર્ણ કરવાની સૂચના આપી…
સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામ દત્તક લીધેલ હોય અંબાવ ગામના કૈલાશ નગર ઇન્દિરા કોલોની વિસ્તારમાં આર.સી.સી રસ્તાના વિકાસના કામનું ખાત મુહૂર્ત કરી આજ થી સદર કામ શરૂ કરવાની તથા ઝડપથી તમામ કામો પૂર્ણ કરવાની સૂચના આપી.
- Jignesh Patel, Anand