Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ : આ નાનકડું ગામ કરે છે 1300 કરોડનું ટર્નઓવર…

આણંદ : દેશ અને દુનિયાનાં ગામડાંઓથી અલગ તરી આવતું ધર્મજ ગામ તમામ સુવિધા ધરાવે છે. ધર્મજ કરોડોની સંપત્તિ ધરાવતું ભારતનું સૌથી પૈસાદાર ગામ છે. આર્થિક વિકાસની દોડમાં દેશનાં ગામડાં હજુ પણ પછાત રહી ગયાં છે, રોજગારીના અભાવે મોટાં શહેરો તરફ લોકોની દોટ વધતી જાય છે ત્યારે 11,333ની વસતિ ધરાવતું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ બન્યું છે. દેશને તમામ ગામડાં કરતાં અલગ તરી આવતું ધર્મજ ગામે ગામડાંઓના પેરિસ તરીકે નામના મેળવી છે. નાનકડા ગામમાંથી એક સદી અગાઉ કેટલાક પટેલો યુગાન્ડા અને બ્રિટનમાં સ્થાયી થયા હતા. આજે નાનકડા ગામના 3000 વધુ લોકો વિદેશમાં સ્થાયી થયા છે. તેઓ વતન પ્રત્યેનું ઋણ અવારનવાર ચૂકવી રહ્યા હોવાથી અન્ય ગામડાંની વાત કરવામાં આવે તો એ નાનાં શહેરો કરતાં સારી સુવિધા ધરાવે છે.

આર્થિક વિકાસની દોડમાં દેશનાં ગામડાં હજુ પણ પછાત રહેલા છે, રોજગારીના અભાવને કારણે મોટાં શહેરો બાજુ લોકોની દોડમાં એસટીટી વધારો થતો જાય છે ત્યારે માત્ર 11,333 ની વસ્તી ગુજરાતનું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ છે. દેશના બધા ગામડાં કરતાં અલગ તરી આવતું ધર્મજ ગામને ‘ગામડાંના પેરિસ’ તરીકે ઓળખે છે.

નાના એવા ગામમાથી એક સદી પહેલા કેટલાક પટેલો યુગાન્ડા તેમજ બ્રિટનમાં સ્થાયી થઈ ગયા હતા. હાલમાં નાનકડા ગામના કુલ 3,000 થી પણ વધારે લોકો વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. તેઓ વતન પ્રત્યેનું ઋણ ઘણીવાર ચૂકવી રહ્યા હોવાને લીધે બીજા ગામડાંની વાત કરવામાં આવે તો એ નાનાં શહેરો કરતાં સારી સુવિધા ધરાવે છે. આર્થિક માપદંડ જ નહીં, આરોગ્ય, શિક્ષણ, ખેતી, સહકાર, લોકભાગીદારી તથા સેવા પ્રવૃત્તિને લીધે આ ગામ બીજા ગામોથી અલગ તારી આવે છે. ગામડાં પણ શહેરો જેવી સુવિધા ધરાવતાં થઇ જાય તો ગામડાંમાંથી શહેરો બાજુ લોકો દોટ મૂકી રહ્યા છે એ અટકી જાય. વિકસિત ગામ કોને કહેવાય એ ધર્મજ ગામની મુલાકાત લીધા બાદ આપમેળે સમજાઈ જાય છે

  • કુલ 13 બેંક તથા બીજી બેંકોમાં મળીને કુલ 1,300 કરોડથી વધારે ડિપોઝિટ પડી છે :
    આ ગામમાં કુલ 2,770 કુટુંબ વસવાટ કરે છે. ગામમાં મર્સિડીઝ, ઓડી તથા BMW જેવી મોંઘીદાટ કાર રસ્તા પર દોડતી જોવા મળે છે. આ ગામમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ રહેલી છે. 5 સ્ટાર હોટલ, બાળકો માટે ગાર્ડન, RCC રોડ,સ્વચ્છ ઇમારતો, શાળાઓ તથા આરોગ્યલક્ષી બધી જ સુવિધાઓ ધર્મજ ગામમાં જોવા મળે છે. દર વર્ષે 12 જાન્યુઆરીનાં રોજ ‘ધર્મજ ડે’ ઊજવવામાં આવે છે, જેમાં વિદેશમાં સ્થાયી થયેલ NRI પરિવારો મોટી સંખ્યામાં આવે છે.
  • આ ગામના કુલ 1,700 લોકો બ્રિટનમાં, કુલ 200 લોકો કેનેડા, કુલ 800 લોકો અમેરિકામાં, કુલ 160 લોકો ન્યૂઝીલેન્ડ સહિત કેટલાંક દેશોમાં સ્થાયી થઈ ગયા છે. ધર્મજ ગામના રાજેશભાઇ પટેલે ધર્મજ ગામ પર એક પુસ્તક લખ્યું છે. એમણે કહ્યું હતું કે, એક સમયે વિદેશ જવું વિકટ માનવામાં આવતું ત્યારે ગામમાંથી વર્ષ 1906માં જોઇતારામ કાશીરામ પટેલ માંઝા તથા ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલેમાં ગયા હતા.
11 હજારની વસતિ વચ્ચે 13 બેંકની બ્રાન્ચ :
દેના બેંક
બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ બરોડા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
અલાહાબાદ બેંક
કેનેરા બેંક
ICICI બેંક
ઇન્ડસઇન્ડ બેંક
HDFC બેેંક
પંજાબ નેશનલ બેંક
કોર્પોરેશન બેંક
ધી ધર્મજ પીપલ્સ કો.-ઓપરેટિવ બેંક લિ.
  • Jignesh Patel, Anand

Related posts

વિદેશમાં વસતા ગુજરાતી શખ્શ પર લૂંટારૂએ ગોળીબાર કરતા મોત નીપજ્યું

Charotar Sandesh

ભગવાનશ્રી સ્વામિનારાયણને અંતર્ધાનલીલાને ૧૯૪ વર્ષ પૂર્ણ થતા ચરોતરના વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ તથા દિવ્યાંગોને વડતાલ મંદિર દ્વારા મહાપ્રસાદનું વિતરણ

Charotar Sandesh

આણંદ ખાતે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ : કોરોના વોરિયર્સનું કરાયું સન્માન…

Charotar Sandesh