એન એફ એસ એ નોન એફ એસ એ બીપીએલ રેશન કાર્ડ ધારકો ને લાભ મળશે…
આણંદ : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આણંદ જિલ્લામાં એન એફ એસ એ. તથા નોન એફ એસ એ. બી.પી.એલ. રેશન કાર્ડ ધારકોને ઘઉ ચોખા ચણા સહીત અન્ય ખાદ્ય સામગ્રીનું વિના મુલ્યેનું ફૂડ બાસ્કેટનું વિતરણ જાહેર વિતરણની ૬૭૪ દુકાનો ઉપરથી શરૂ કરવામાં આવેલ છે. સમાવિષ્ઠ લાભાર્થીઓએ આરોગ્યની કાળજી લઈ લાભ લેવા અનુરોધ કરાયો છે.
૧૫ જૂન થી ૨૪ જૂન સુધી વિતરણ થનાર આ ફૂડ બાસ્કેટમાં ઘંઉ, ચોખા, ચણા , ખાંડ-મીઠું, વગરે જે રેશન કાર્ડ ધારકો માટે નિયત કરેલ અને પ્રમાણ મુજબ આણંદ જિલ્લાની ૬૭૪ પંડિત દિન દયાલ ઉપાધ્યાય જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનો ઉપરથી વિતરણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલ દ્વારા અપાયેલ માર્ગ દર્શન મુજબ અને અત્યાર સુધીની ગોઠવેલ સફળ વિતરણ વ્યવસ્થા મુજબ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણીયા અને તેઓની ટીમ તેમજ જિલ્લા ભરના દુકાનદારો દ્વારા સૌના આરોગ્યની કાળજી લઈને અગાઉની જેમજ વિતરણ વ્યવસ્થા ગોઠવીને ગ્રાહકોને પણ માસ્ક પહેરીને એક બીજા થી અંતર રાખી પોતાના હક્કનું અનાજ પુરવઠો મેળવવા અનુરોધ કર્યો છે.
એન.એફ.એસ.એ અને નોન એફ એસ એ બીપી એલ કાર્ડ ધારકો ને રેશન કાર્ડના છેલ્લા આંકડા મુજબ ૧ થી ૦ મુજબ તા.૨૪/૬/૨૦૨૦ સુધી પુરવઠો વિતરણ કરવામાં આવશે. જેનો ગ્રાહકોએ અગાઉની જેમજ શાંતિથી પોતાનો જથ્થો મેળવવા જણાવાયું છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર વિતરણની દુકાનો ઉપર જે તે ગામનાં વરિષ્ઠ સેવાભાવી નાગરિકો, આગેવાનો, સરપંચશ્રી, શિક્ષકો, યુવકો, સેવા આપશે અને વ્યવસ્થામાં સહયોગ આપશે. છેલ્લી તા. ૨૪ જૂને જે ગ્રાહકો પોતાનો જથ્થો મેળવવા રહી જાય તો તેઓએ તા.૨૫ મી જૂનના રોજ જથ્થો મેળવી લેવાનો રહશે.
આ વિના મુલ્યેની ફૂડ બાસ્કેટમાં આયોડાઇઝ મીઠું અને ખાંડનો નોન.એફ.એસ.એ-૧ અને એન.એફ.એસ.એ-૨ અને ઓલ બી પી. એલ રેશન કાર્ડ ધારકોને લાભ મળશે. એ.એ.વાય કુટુંબો ને ઘંઉ ૨૫ કિલો, ચોખા ૧૦ કિલો, ખાંડ એક કિલો, આયોડાઈઝ મીઠું વ્યક્તિ દીઠ એક કિલો અને છ વ્યક્તિ સુધી બે કિલો, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો પી.એચ.એચ.,એન એફ એસ એ નોન એફ એસ એ બી.પી. એલ. વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા,અને એક કિલો મીઠું વિતરણ થશે. પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ પણ નિયત કરેલ લાભાર્થી ઓ ને ઘઉ, ચોખા, ચણાના વિતરણનો લાભ મળશે.