Charotar Sandesh
બોલિવૂડ

આપ સરકાર ટ્‌વીટ કર્યા સીવાય પણ કંઈક કરો : સ્વરા ભાસ્કર

દિલ્હીમાં સીએએને લઈને ભડકેલી હિંસા સામે બોલિવૂડ લાલચોળ…

મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં સીએએને લઈને ખુબજ ગરમાગરમી જોવા મળી રહી છે. જો કે જ્યારે એવુ લાગી રહ્યુ હતુ કે બધુ જ ઠીક-ઠાક થઈ રહ્યું છે ત્યાં ફરી એકવાર હાલત ખરાબ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. વિરોધની વચ્ચે હિંસા, તોડફોડ, આગ લગાવવી જેવી નીંદનીય ઘટનાઓને અન્જામ આપવામાં આવી રહ્યો છે. હાલ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસના પ્રવાસે છે ત્યારે એક વાર ફરી દિલ્હીમાં સીએએને લઈને હિંસક વિરોધ શરૂ થઈ ગયો છે.

આ દરમિયાન રસ્તાઓ પર ઉતરીને લોકો હિંસા ફેલાવી રહ્યા છે. એક પોલીસકર્મી સહિત ચાર લોકો મોતને ભેટ્યાં છે અને કેટલાયે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. સોશિયલ મીડિયા પર લોકો આ મામલે પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા છે અને બોલિવૂડ આ તમામમાં ક્યાંથી પાછળ રહે?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી આ માહોલનો બરાબર ફાયદો ઉઠાવી લેવાના મૂડમાં છે. એક યૂઝરના ટ્‌વીટને રી-ટ્‌વીટ કરતા અનુરાગ કશ્યપે લખ્યું કે શરમ આવે છે તારા પર. સ્વરા ભાસ્કરે ટિ્‌વટ કરી કહ્યું કે આ ખુબજ દીલથી અપીલ છે. આમ આદમી પાર્ટી ટ્‌વીટ કર્યા સીવાય પણ કંઈક કરો.

Related posts

એશા ગુપ્તા આગામી ફિલ્મ માટે બોક્સિંગ શીખી રહી છે

Charotar Sandesh

‘આશ્રમ’ : કોર્ટે અભિનેતા બોબી દેઓલ અને પ્રકાશ ઝાને ફટકારી નોટિસ…

Charotar Sandesh

લોકડાઉન દરમિયાન રણવીર ૨૦ કલાક ઊંઘે છેઃ દીપિકા પાદુકોણ

Charotar Sandesh