Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ઋષભ પંતે સંભાળી કમાન, ફટકારી સદી…

અમદાવાદ : ભારતના વિસ્ફોટક વિકેટકીપર બેટસમેન ઋષભ પંતએ ઇંગ્લેન્ડની વિરૂદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં નાજુક મોકા પર માત્ર મોરચો જ સંભાળ્યો નહીં પરંતુ સેન્ચુરી ફટકારતા છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા સદીના દુષ્કાળને ખત્મ કર્યો. પંતની આ ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી સદી છે. આની પેહલાં તેણે જાન્યુઆરી, ૨૦૧૯માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયાની સામે નોટઆઉટ ૧૫૯ રનની ઇનિંગ્સ રમ્યો હતો.
તેણે ૮૪મી ઓવરના પહેલાં બોલ પર વિપક્ષી કેપ્ટન જો રૂટના બોલ પર સિક્સ ફટકારી પોતાની કેરિયરની ત્રીજી સેન્ચુરી પૂરી કરી. તેની બીજી જ ઓવરના પહેલાં બોલ પર જેમ્સ એન્ડરસને જો રૂટના હાથે કેચ આઉટ કરતા પેવેલિયન મોકલી દીધો. તેણે ૧૧૮ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૧૦૧ રન બનાવ્યા. આમ જોવા જઇએ તો જાન્યુઆરી ૨૦૧૯ બાદ ચોથી વાખત એવું બન્યું કે જ્યારે તે સેન્ચુરી બનાવા જાયને રહી જાય.
આની પહેલાં ૯૭, ૮૯ નોટ આઉટ, ૯૧ અને નોટ આઉટ ૮૯ રન પહોંચવા છતાંય સદી ફટકારી શકયો નહીં. વિકેટકીપર તરીકે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નામે છે. તેણે ૧૪૪ ઇનિંગ્સમાં ૬ સદી ફટકારી જ્યારે ઋદ્ધિમાન સાહાએ ૫૦ ઇનિંગ્સમાં ૩ સદી ફટકારી. અહીં પહોંચવા માટે પંતને ૩૩ ઇનિંગ્સ લાગી.

Related posts

કોરોના વાયરસ વચ્ચે હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ સાથે વીડિયો બનાવ્યો…

Charotar Sandesh

ત્રીજી ટેસ્ટ : રોહિત શર્માને વાઇસ કેપ્ટન બનાવાયો…

Charotar Sandesh

અમેરિકન પ્રોફેશનલ રેસલર જોન સીના વિરાટ કોહલીના જબરદસ્ત ફેન, સો.મીડિયામાં શેર કરી તસવીર…

Charotar Sandesh