Charotar Sandesh
વર્લ્ડ

ઈસરો-નાસાનો ઉપગ્રહ નિસાર ૨૦૨૨ સુધીમાં થશે લોન્ચ…

ભારત-અમેરિકાએ સંયુક્ત નિસાર મિશનનું સંચાલન કરવા માટે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા…

USA : નાસા ઈસરો સિન્થેટિક એપર્ચર રડાર(નિસાર) ઉપગ્રહને ૨૦૨૨ સુધી લોન્ચ કરી દેવાની આશા છે. ભારત અને અમેરિકાના એક સુરક્ષિત તથા સ્થાયી અંતરિક્ષ વાતાવરણની પરિસ્થિતિઓને બનાવવાનો પ્રયાસોને ઉત્પ્રેરિત કરવાના અંતર્ગત સ્પેશ સિચ્યુએશ અવેરનેશ ઈન્ફોર્મેશન શેર કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને પક્ષોએ ભારત – અમેરિકા અંતરિક્ષ વાર્તા જારી રાખવાના ઈરાદાની સાથે સાથે સંભવિત અંતરિક્ષ રક્ષા સહયોગના સેક્ટર પર ચર્ચા કરી છે
ટૂ પ્લસ ટૂ વાર્તા બાદ ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહ તથા વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકન રક્ષા મંત્રી માર્ક ટી એસ્પર, વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ એક સંયુક્ત નિવેદન જારી કરી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) અને નાસાની વચ્ચે ચાલી રહેલા સહયોગને બિરદાવ્યો હતો.
નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ સાથે નાસા – ઈસરો સિન્થેટિક એપર્ચર રડાર(નિસાર) ઉપગ્રહને ૨૦૨૨ સુધી લોન્ચ કરવામાં આવશે. ધરતી પર સતર્ક રીતે નજર રાખવા માટે બન્ને દેશોની અંતરિક્ષ એજન્સીએ ૨૦૧૪માં નિસાર ઉપગ્રહને વિકસિત કરવા અને લોન્ચ કરવા માટે સંયુક્ત નિસાર મિશનનું સંચાલન કરવા માટે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા.

  • Nilesh Patel

Related posts

૫૦ હજાર બકરીઓને મારી નાંખવાનો નેધરલેન્ડ સરકારનો આદેશ…

Charotar Sandesh

Amazon સ્થાપક જેફ બેઝોસની કુલ સંપત્તિ ૨૧૧ અબજ ડોલરની ઓલ ટાઇમ સપાટીએ

Charotar Sandesh

“Power of Seva”: અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ન્યુજર્સી ખાતે “બાલ સંસ્કાર શિબિર” યોજાઈ…

Charotar Sandesh