Charotar Sandesh
બોલિવૂડ

ઋતિક રોશને સ્ટાઇલિશ તસવીર શેર કરી, એક્સ વાઇફએ કહ્યું- ૨૧નો લાગી રહ્યો છે…

મુંબઈ : બોલિવૂડ અભિનેતા ઋતિક રોશને પોતાની એક સ્ટાઇલિશ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે પોતાની જોરદાર ફિઝીક બતાવી રહ્યો છે. ઋતિકની આ તસવીર પર રસપ્રદ કમેન્ટ્‌સ આવી રહી છે. ઋતિકની આ શર્ટલેસ તસવીર પર તેની એક્સ વાઇફ સુઝૈન ખાન પણ ફિદા થઇ ગઇ છે.
ઋતિક રોશને પોતાની આ શર્ટલેસ તસવીર શેર કરતાં લખ્યું, ગુડ કેચ… આ તસવીરમાં ઋતિક ટોપી અને ગોગલ્સમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તેની એક્સ વાઇફ સુઝૈન ખાને કમેન્ટ કરતાં લખ્યું, ૨૧નો લાગી રહ્યો છે… સુઝૈન ખાનની આ કમેન્ટને બહુ પસંદ કરવામાં આવી રહી છે અને આની પર ફેન્સના જબરદસ્ત રિએક્શન પણ આવી રહ્યાં છે.
સુઝૈન ખાન ઉપરાંત અનિલ કપૂરે પણ ઋતિક રોશનની આ તસવીર પર કમેન્ટ કર્યું છે. અનિલ કપૂરે ઋતિકની ફિટનેસના વખાણ કરતાં લખ્યું, તું માપદંડ વધારી રહ્યો છે. ઉપરાંત ઋતિકના ફેન્સ આ તસવીરને ખૂબ લાઇક્સ કરી રહ્યાં છે અને તેના વખાણ કરી રહ્યાં છે.

Related posts

ઈમરાન હાશ્મીએ ફિલ્મ ’ચેહરે’નું પોસ્ટર શૅર કરીને રિલીઝ ડેટ જાહેર કરી…

Charotar Sandesh

KGF ચેપ્ટર-૨ના ટીઝરે બનાવ્યો નવો રેકોર્ડ, યૂટ્યુબ પર વ્યૂઝ ૨૦૦ મિલિયનને પાર

Charotar Sandesh

ફ્લેટ્‌સમાં ગેરકાયદેસર નિર્માણને લઇ કંગનાની યાચિકા થઇ ખારીજ…

Charotar Sandesh