Charotar Sandesh
ઈન્ડિયા

એન્ટિલિયા કેસ : મુંબઇ એટીએસના અમદાવાદમાં ધામા…

અમદાવાદ : મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવી રાખનાર એન્ટિલિયા કેસ હાલ ખુબ જ ચર્ચામાં છે. અને આ કેસમાં સંડોવાયેલ સચિન વઝેને લઈને રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં આ કેસનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. અને મુંબઈ એટીએમસી દ્વારા અમદાવાદમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એન્ટિલિયા કેસમાં વપરાયેલ સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા.
એન્ટિલિયા કેસને લઈ મુંબઇ છ્‌જીએ અમદાવાદમાં ધામા નાખ્યા છે. એન્ટિલિયા કેસમાં મનસુખ હિરેનની હત્યા કેસમાં તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચી છે. ગુનામાં વપરાયેલાં ૫ સિમ કાર્ડ અમદાવાદથી એક્ટિવ થયા હતા. બુકી નરેશ ઘોરની ધરપકડ બાદ મુંબઈ પોલીસે આ ખુલાસો કર્યો હતો. આસિસ્ટન્ટ પીઆઈ સચિન વઝેએ પણ એ જ સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
ગુનામાં વપરાયેલ આ સિમ કાર્ડ ક્યાંથી ખરીદાયા હતા અને તેના માટે કયા ડોક્યુમન્ટ આપવામાં આવ્યા હતા, તે મામલે તપાસ કરવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચી છે. ૫ સિમ કાર્ડ કોના નામે એક્ટિવ થયા છે અને આ બુકી સાથે શું સંપર્ક છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં અમદાવાદમાંથી કોઈ ચોંકાવનારો ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં.

Related posts

પ્રતાપગઢમાં બોલેરો-ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માતઃ ૧૪ જાનૈયાઓના મોત…

Charotar Sandesh

દેશમાં છથી આઠ અઠવાડિયામાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના : એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા

Charotar Sandesh

ડોલર ઉછળીને નવ મહિનાની ટોચે પહોંચ્યો

Charotar Sandesh