Charotar Sandesh
ઈન્ડિયા

એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેર દેશભરમાં હાહાકાર મચાવશે : એઇમ્સના ડાયરેક્ટર

આઇઆઇટી કાનપુરના અગ્રવાલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી…
એઇમ્સના ડાયરેક્ટર ગુલેરિયાનું સૌથી મોટું નિવેદનઃ કોરોના વાયરસને રોકવા માટે મિની લૉકડાઉનની જરૂર…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઝડપથી વધી રહી છે. આને જોતા વૈજ્ઞાનિકોએ મેથેમેટિકલ મૉડલ સ્ટડીના આધારે કહ્યુ છે કે કોરોના મહામારીની બીજી લહેર મિડ એપ્રિલ સુધી પોતાના ચરમ પર એટલે પીક પર હશે. જો કે તેમણે એ પણ કહ્યુ છે કે મેના અંત સુધી કોવિડ-૧૯ સંક્રમણમાં ઘટાડો જોવા મળી શકે છે. ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા(આઈઆઈટી) કાનપુરના મણીન્દ્ર અગ્રવાલ સહિત અન્ય વૈજ્ઞાનિકોએ રિસર્ચ બાદ કહ્યુ છે કે ચાલી રહેલ કોરોના મહામારીની લહેર મિડ એપ્રિલમાં રોજ ઝડપથી વધવાની છે.
મણીંદ્ર અગ્રવાલે કહ્યુ છે કે છેલ્લા ઘણા દિવસોના કોરોના કેસને જોતા અમે મેથેમેટિકલ મૉડલ પર સ્ટડી કર્યો છે જે બાદ અમે કહી શકીએ કે ભારતમાં કોવિડ-૧૯ના કેસ ૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે પોતાના ચરમ પર હશે. એવામાં જો આ મહિને કોરોના પીક પર આવશે તો આ આશા રાખી શકાય કે મેથી કોવિડ કેસ ઘટવા લાગશે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ દરમિયાન એક દિવસમાં ૯૦ હજારથી દોઢ લાખ નવા કેસ રોજના જોવા મળશે. જો કે બહુ હદ સુધી એ ટેસ્ટિંગ પર ડિપેન્ડ હશે કે એક દિવસમાં કેટલા ટેસ્ટ કરવામાં આવે છે. તેમણે કહ્યુ છે કે આવનારા બે સપ્તાહ ખૂબ જ મહત્વના છે.
હાલ દરરોજ નોંધાતા કોરોના કેસમાં તીવ્ર વધારાને ધ્યાને રાખીને એ અનુમાન લગાવવું અઘરું છે કે બીજી લહેર ચરમ પર પહોંચશે ત્યારે કેટલા કેસ નોંધાશે. હાલ દરરોજ લાખની આસપાસ કેસ આવી રહ્યા છે. જે વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. પરંતુ બીજી લહેર માટે જે પીક સમય નોંધવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર ભાગ્યે જ આવી શકે છે.’ વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલની લહેરમાં એવું રાજ્ય જ્યાં કોરોના તેના ચરમ પર પહોંચશે તે રાજ્ય પંજાબ છે અને તેના પછી મહારાષ્ટ્ર આવશે.
કોવિડ-૧૯ મહામારીની બીજી લહેરને ઝડપથી વધતી જોઈ એઈમ્સના ડાયરેક્ટ ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના ઝડપથી પ્રસારને રોકવા માટે મિની લૉકડાઉનની જરૂર છે. દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ ચિંતાજનક છે અને વાયરસના પ્રસાર માટે લોકો બેદરકારી રાખી રહ્યા છે.
ડો.ગુલેરિયાએ કહ્યુ કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે કારણકે લોકો આ માટે બેદરકારી રાખી રહ્યા છે, માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગના નિયમોને લોકો ફોલો નથી કરી રહ્યા. દેશમાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. જો કે તેમની પ્રતિરક્ષા વયસ્કોની સરખામણીમાં વધુ મજબૂત છે. તેમણે કહ્યુ કે પૂર્ણ રસીકરણ માટે દેશમાં ૨૦૦ કરોડ ડોઝની જરૂર છે. તેમણે કહ્યુ કે કોરોના વેક્સીનની રસી લાગ્યા બાદ પણ લોકોએ ૬ ફૂટનુ અંતર જાળવવુ જોઈએ અને દરેક સમયે માસ્ક પહેરવુ જોઈએ. કન્ટેન્ટ ઝોન વધારવાની જરૂર છે.

Related posts

બે વર્ષમાં નકલી નોટોમાં દશ ગણો વધારો : સૌથી વધુ નકલી નોટ ૧૦૦ રૂપિયાની…

Charotar Sandesh

કોરોનિલ દવા પર વિવાદઃ જયપુરમાં રામદેવ સહિત પાંચ વિરુદ્ધ એફઆઇઆર…

Charotar Sandesh

બોલીવૂડનો એલિજેબલ બેચલર સલમાન સરોગસી દ્વારા પિતા બનશે..?!!

Charotar Sandesh