Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

કતલ થવાની તૈયારીમાંથી ત્રણ વાછરડાને જીવતા બચાવી એક આરોપીને પકડતી આણંદ રૂરલ પોલીસ

આણંદ : કોરોના વાઈરસની મહામારીમાં વાયરસના સંક્રમણને અટકાવવા સારુ લોકડાઉનનું ચુસ્ત પાલન થાય સાથોસાથ દારૂ જુગારની પ્રવૃત્તિને પણ અંકુશમાં લાવવા તેમજ ગૌ હત્યા જેવી બદીને રોકવા સારૂં શ્રી અજીત રાજીયાન પોલીસ અધીક્ષકશ્રી આણંદ નાઓએ સખત પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ.

જે અનુસંધાને બી.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આણંદ વિભાગ નાઓની સુચના મુજબ આણંદ રૂરલ પો.સ.ઈ.શ્રી આઈ.એન. ઘાસુરા તથા એએસઆઈ ભરતભાઈ કડવાભાઈ તથા એચસી કિરણભાઈ નાનુભાઈ તથા એચસી કિરણભાઈ દેવાભાઈ તથા એલઆરપીસી કિરપાલસિંહ ના સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન ખાનગી હકીકત આધારે નાપાડ વાંટા ખાતે રહેતા આરોપી રફીકભાઈ સુલેમાન કુરેશી, રહે. નાપાડવાંટા દરગાહ પાસે તા.જી.આણંદ નાઓના પોતાના ઘરની સામે પતરાના એક અડારામાં ૩ વાછરડાને બાંધી રાખી તેમની કતલ કરવાની તૈયારીમાંથી ઝડપી પાડેલ છે. જેના કબજામાંથી ગૌવંશ કાપવાના છરા તથા લાકડાનું ટીમલું કબ્જે કરેલ છે. અને ત્રણ જીવતા વાછરડા પણ બચાવી લેવામાં આવેલ છે. અને આ બાબતે આરોપી (૧) રફીકભાઈ કુરેશી, રહે. નાપાડ-વાંટા, (ર) મગનભાઈ ચુનારા, રહે. વડોદ, (૩) મનુભાઈ ચુનારા, (૪) રાવજીભાઈ ચુનારા, બંને રહે. ભેટાસી નાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

ખંભાતમાં કોરોના યથાવત : આજે વધુ ૩ કેસ પોઝીટીવ નોંધાયા, એકનું મોત…

Charotar Sandesh

આણંદ ખાતે ૭૫મા સ્‍વાતંત્ર્ય પર્વની ઉત્‍સાહભેર ઉજવણી : જિલ્‍લાના કોરોના વોરિયર્સનું સન્‍માન કરાયું

Charotar Sandesh

આણંદ : આંકલાવ પાસે ભેખડ ધસી પડતા બેના મોત : પરિવાર શોકમાં ગરકાવ…

Charotar Sandesh