નવી દિલ્હી : સ્પોટ્ર્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ ખોલવાની મંજૂરી મળ્યા છતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની પોતાના કરાર આધારિત ખેલાડીઓ માટે ટ્રેનિંગ શિબિર આયોજીત કરવાની કોઈ યોજના નથી પરંતુ લૉકડાઉનના ચોથા તબક્કામાં તે રાજ્ય એસોસિએશનોની સાથે સ્થાનીક સ્તર પર અભ્યાસ શરૂ કરશે. ગૃહ મંત્રાલયના રવિવારે જાહેર કરાયેલા નિયમો અનુસાર ૩૧ મે સુધી વધારવામાં આવેલા લૉકડાઉન દરમિયાન સ્ટેડિયમ ખોલી શકાય છે પરંતુ દર્શકોને અંદર આવવાની મંજૂરી મળશે નથી. તેનાથી સંકેત મળે છે કે ખેલાડી વ્યક્તિગત ટ્રેનિંગ શરૂ કરી શકે છે. બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરૂણ ધુમલે જાહેર કરેલી અખબારી યાદીમાં કહ્યુ, ’વિમાન સેવા અને લોકોની અવર-જવર પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધોને જોતા બીસીસીઆઈ પોતાના કરાર કરાયેલા ખેલાડીઓ માટે કૌશલ્ય આધારિત ટ્રેનિંગ શિબિરના આયોજન માટે રાહ જોશે. પરંતુ સ્થાનીક સ્તર પર અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ધુમલે કહ્યુ, આ વચ્ચે બીસીસીઆઈ રાજ્ય સ્તરો પર દિશાનિર્દેશોનો અભ્યાસ કરશે અને રાજ્ય એસોસિએશનો સાથે મળીને સ્થાનીક સ્તર પર કૌશલ્ય આધારિત ટ્રેનિંગ કાર્યક્રમનું મોડલ તૈયાર કરશે. તેમણે કહ્યુ, બીસીસીઆઈના પદાધિકારી ટીમ મેનેજમેન્ટની સાથે વાતચીત જારી રાખશે અને સ્થિતિમાં સુધાર થવા પર આખી ટીમ માટે યોગ્ય યોજના તૈયાર કરશે. ધુમલે કહ્યુ કે ખેલાડીઓની સુરક્ષા બોર્ડ માટે સર્વોપરી છે. તેમણે કહ્યુ, ’બોર્ડ માટે તેના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની સુરક્ષા સર્વોપરી છે અને કોઈ એવો નિર્ણય કરવામાં ઉતાવળ થશે નહીં જેથી કોરોના વાયરસને ફેલાતો રોકવાના ભારતના પ્રયાસોને નુકસાન પહોંચે. આ મહામારીને કારણે ભારતમાં ત્રણ હજારની નજીક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ૯૫ હજારથી વધુ લોકો સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. વિશ્વભરમાં આ મહામારીથી ત્રણ લાખ ૧૫ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને સંક્રમિતોની સંખ્યા ૪૭ લાખથી વધુ છે.