Charotar Sandesh
ઈન્ડિયા

કેરળમાં એક જ પરિવારના ૫ લોકોને કોરોના વાયરસ, ભારતમાં દર્દીઓને સંખ્યા ૩૯ થઈ…

પરિવારના ત્રણ લોકો ઇટલીથી પરત ફર્યા,અન્ય બે લોકો સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો…

ન્યુ દિલ્હી : ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. કેરળમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ જણાવ્યું કે, તમામ પોઝિટિવ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે, પરિવારના ત્રણ લોકો ઈટાલીથી પરત ફર્યા છે અને બે અન્ય લોકોને તેમના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈ ચાલતી અફવા પર ધ્યાન ન આપવા અને સાવધાની રાખવા લોકોને અપીલ કરી હતી.

દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી ૩૨૦૦થી વધુનાં મોત થયાં છે. ચીનમાં મૃત્યુઆંક ૩૦૦૦ને પાર પહોંચી ગયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી ૧૧૦ જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના ૧૯૬ નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં ૬૨૦૦ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

અમેરિકાના ૨૮ રાજ્યોમાં કોરોના વાયરસના ૩૨૯ મામલાની પુષ્ટિ થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા ૧૫ પર પહોંચી છે. કેલિફોર્નિયામાં ગ્રેન્ડ પ્રિન્સેસ ક્રૂઝ શિપના ૨૧ લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

Related posts

પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો પાછો લે સરકાર : સોનિયા ગાંધીનો વડાપ્રધાનને પત્ર

Charotar Sandesh

દેશમાં કોરોના વકર્યો : ૨૪ કલાકમાં રેકોર્ડ ૫૫ હજાર કેસ, ૧ ઓગસ્ટથી અનલોક-૩નો અમલ શરૂ…

Charotar Sandesh

કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં પાછા ફરતા કોઇ તાકાત નહિ રોકી શકે : રાજનાથસિંહ

Charotar Sandesh