Charotar Sandesh
વર્લ્ડ

કેલિફોર્નિયા કોર્ટે એચ-૧બી વિઝા પર લગાવેલા પ્રતિબંધ પર રોક લગાવી…

રાષ્ટ્રપતિએ પોતાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે : કોર્ટની આકરી ટિપ્પણી…

USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી-અભિયાન દરમિયાન ઝાટકા પર ઝાટકા લાગી રહ્યા છે. હવે કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફ્રી વ્હાઈટે એચ-૧ બી વિઝા પર લગાવેલા પ્રતિબંધ પર રોક લગાવી દીધી છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ પોતાના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.
એચ-૧ બી વિઝા પર લગાડવામાં આવેલા પ્રતિબંધને હટાવવા માટે વેપારી સંગઠનોએ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. આ અરજી કંપનીઓએ રાષ્ટ્રીય સંગઠન નેશનલ એસોસિયેશન ઓફ મેન્યુફેક્ચરર્સ, યુએસ ચેમ્બર ઓફ કોમર્સ, નેશનલ રિટેલ ફેડરેશન અને ટેકનેટ દ્વારા દાખલ કરાઈ હતી. નેશનલ એસોસિયેશન ઓફ મેન્યુફેક્ચરર્સે કહ્યું હતું કે કોર્ટના નિર્ણય બાદ વિઝા પ્રતિબંધ પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે.
આ વર્ષે જૂનમાં ટ્રમ્પસરકારે એચ-૧ બી વિઝા સહિત અન્ય વિદેશી વિઝા પર હંગામી પ્રતિબંધ લગાવ્યો હતો. આ રોકની અસર એચ-૨બી, જે અને એલ વિઝા પર પણ પડી હતી. આ રોક આ વર્ષના અંત સુધી લગાડવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે આ પગલાથી અમેરિકાવાસીઓને રોજગારીની વધુ તક મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ફેબ્રુઆરીથી મે માસ વચ્ચે અમેરિકામાં બેરોજગારી ચાર ગણી સુધી વધી ગઈ છે અને તેથી જ તેમને કડક પગલાં ઉઠાવવા પડી રહ્યા છે.

  • Naren Patel

Related posts

વેક્સિન નહીં તો નોકરી નહીં : Googleના કર્મચારી વેક્સિન નહીં લેવા પર નોકરી ગુમાવવી પડશે

Charotar Sandesh

આગામી અઠવાડિયામાં કોરોના વેક્સિનનું રજિસ્ટ્રેશન કરાવી દેશે રશિયા…

Charotar Sandesh

ન્યુજર્સી સ્ટેટમાં બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા દીપાવલીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh