Charotar Sandesh
સ્પોર્ટ્સ

કેવિન પીટરસને દક્ષિણ આફ્રિકામાં હાલના સંકટને ‘હોરર શો’ ગણાવ્યો…

લંડન : ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને ક્રિકેટ દક્ષિણ આફ્રિકામાં હાલના સંકટને ‘હોરર શો’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી દેશમાં ક્રિકેટનો અંત આવશે. સાઉથ આફ્રિકા સ્પોટ્‌ર્સ અને ઓલિમ્પિક કમિટીએ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) ને સસ્પેન્ડ કર્યું છે કારણ કે તે આ ક્રિકેટ સંસ્થામાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગે છે. ઓલિમ્પિક સમિતિની આ કાર્યવાહી દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ માટે બીજો એક ઝટકો છે, જેના પર ભ્રષ્ટાચાર અને વંશીય ભેદભાવનો આરોપ મૂકવામાં આવ્યો છે. આનો અર્થ એ કે હવે સીએસએ પાસે દૈનિક કાર્યોને સંચાલન કરવા કોઈ નહીં હોય.
દક્ષિણ આફ્રિકાના પીટરસને ટિ્‌વટર પર લખ્યું, “દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ વિશે જે બનતું હોય છે તે ભયાનક છે. પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે સીએસએમાં મુખ્ય પદ સંભાળ્યું હતું અને પીટરસનને તેના માટે ખરાબ લાગ્યું હતું. તેમણે કહ્યું, ‘તે સંસ્થામાં કામ કરતા ઘણા અદ્ભુત લોકો અને આ દુર્ઘટનાને કારણે સંઘર્ષ કરી રહેલા તમામ ખેલાડીઓ માટે મને ખૂબ જ દુઃખ છે.’ પીટરસને કહ્યું, ‘આ રમત દક્ષિણ આફ્રિકાને એક કરે છે. આ હોરર શોથી ક્રિકેટનો અંત આવશે. એક રીપોર્ટમુજબ, ઓલિમ્પિક સમિતિએ મંગળવારે બોર્ડ બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લીધો. તેમણે આરોપ લગાવ્યો કે સીએસએ પાસે ‘ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ઘણા દાખલા છે જેણે ક્રિકેટને બદનામ કરી દીધુ.
સીએસએ ના ભૂતપૂર્વ સીઈઓ થાબંગ મુનરોને ગયા મહિને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવનારા એક રીપોર્ટ બાદ પદ પરથી હટાવ્યા હતા. કાર્યકારી સીઇઓ જોક ફોલ અને અધ્યક્ષ ક્રિસ નેનજાનીએ ગયા મહિને રાજીનામું આપ્યું હતું. ફોલની જગ્યા કુગેંડ્રી ગવેંડરે લીધી હતી. દેશના ટોચના ખેલાડીઓએ સપ્ટેમ્બરના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા મુલતવી રાખવા બદલ સીએસએની પણ ટીકા કરી હતી. સીએસએને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે કારણ કે ઓલિમ્પિક સમિતિની કાર્યવાહીને સરકારની દખલ ગણી શકાય.

Related posts

રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચમાં રમી નહિ શકશે જોઝ બટલર

Charotar Sandesh

પીવી સિંધૂએ આંગળીઓ પર નેઇલ આર્ટમાં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ, તસવીર વાયરલ

Charotar Sandesh

ચેપોકમાં ‘વિરાટ સેના’નું સરેન્ડર : ઇંગ્લેન્ડનો ૨૨૭ રને વિજય…

Charotar Sandesh