દેશમાં કોરોના વાયરસ કોમ્યુનિટી સંક્રમણના ભયાનક ત્રીજા તબક્કામાં પ્રવેશ્યુ..?
દેશભરમાં કોરોનાના કેસ વધીને ૧.૪૫ લાખથી વધુ, ૧૪૬ લોકોના મોત સાથે મૃત્યુઆંક ૪૧૭૨એ પહોંચ્યો,,૬૦,૪૯૧ દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ્ય થયા, રિકવરી રેટ ૪૧.૬૦ ટકા
સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૫૨૨૬૭ પોઝિટિવ કેસ,૧૬૯૫ લોકોના મોત, તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં પણ કોરોના બેકાબૂ…
ન્યુ દિલ્હી : શું ભારત હવે કોરોના મહામારીના જોખમકારક કોમ્યુનિટી સંક્રમણના ભયાનક ત્રીજા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે…? આ સવાલ એટલા માટે ચર્ચામાં છે કે દેશમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યાં છે. ગઇકાલે અંદાજે ૭ હજાર બાદ છેલ્લાં ૨૪ કલાકમાં ફરીથી ૬ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. જો કે સત્તાવાળાઓ સંક્રમણના ખતરનાક ત્રીજા તબક્કાનો ઇન્કાર કરી રહ્યાં છે. દેશભરમાં કોરોનાથી ૧,૪૫,૨૭૮ લોકો સંક્રમિત થયા છે અને ૪,૧૭૨ લોકોના મોત થયા છે. સાથે જ ૬૦,૭૦૬ લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે ૫૨,૬૬૭ કેસ મહારાષ્ટ્રમાં છે અને મહારાષ્ટ્રમાં ૧,૬૯૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં ૧૭,૦૮૨ કેસ સામે આવ્યા છે અને ૧૧૯ લોકોના મોત થયા છે. ૧૪,૪૬૮ સંક્રમિતો સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.
જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર ૪૧.૬૦ ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૫૩૫ નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો ૧૪૫૩૮૦ સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૧૯ લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.
જાહેર કરાયેલી વિગતો પ્રમાણે, દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૬૪૧૪ સંક્રમિત વધ્યા હતા, ૩૦૧૨ લોકો સાજા પણ થયા હતા.જ્યારે ૧૪૮ લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં ૮૦ હજારથી વધારે લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં સોમવારે ૩૨૫૪ દર્દીઓનો વધારો થયો હતો.
દેશમાં દર્દીઓનો આંકડો ૧ લાખ ૪૫ હજારને પાર કરી ગયો છે.સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર કરાયેલા અપડેટ પ્રમાણે, અત્યારે દેશમાં કુલ દર્દીઓનો આંકડો ૧.૪૫,૩૮૦ છે, જેમાંથી ૪ હજાર ૧૬૭ લોકોના મોત થયા છે. જેથી ૬૦ હજારથી વધારે લોકો સાજા થયા છે. દેશમાં વધતી કોરોનાની ગતિને કારણે ૨૪ કલાકમાં કોરોનાના ૬ હજાર ૫૩૫ નવા કેસ સામે આવ્યા છે અને ૧૪૬ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૫૨૬૬૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૬૯૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૧૭૦૮૨ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૧૧૮ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ ગુજરાતમાં ૧૪૪૬૦ લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી ૮૮૮ લોકોના મોત થયા છે. દિલ્હીમાં ૧૪૦૫૩, રાજસ્થાનમાં ૭૩૦૦, મધ્યપ્રદેશમાં ૬૮૫૯ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના ૬૫૩૨ કેસ સામે આવ્યા છે.
દિલ્હી સરકારે યાત્રીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે. અહીંયા આવનારા યાત્રિઓએ પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખવી પડશે. સંક્રમણના લક્ષણ નહીં હોય તો તમામ યાત્રિઓને ૧૪ દિવસ માટે પોતે જ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.
એરપોર્ટ ઓથોરિટી અને નોન- શિડ્યુલ્ડ પ્રાઈવેટ ઓપરેટર્સને પણ વિમાન સેવા શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. જેમાં ફિક્સ્ડ વિંગ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સામેલ છે. દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર ટ્રાફિક જામ થઈ ગયો છે. જો કે ગાઝિયાબાદ તંત્રએ ત્યાં વધતા કેસને ધ્યાનમાં રાખતા જિલ્લાની સરહદોને કડક રીતે સીલ કરી દીધી છે.