Charotar Sandesh
વર્લ્ડ

કોરોના ડેલ્ટા આગામી દિવસોમાં સૌથી ઝડપથી ફેલાનારું વેરિયન્ટ બની જશે : WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગંભીર ચેતવણી ઉચ્ચારી…

જિનિવા : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ લગભગ-લગભગ દુનિયાના ૧૦૦ દેશો સુધી ફેલાઈ ચુક્યું છે અને ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આ સૌથી ઝડપથી ફેલાનારું વેરિયન્ટ બની જશે. આ દુનિયાનું સૌથી સંક્રામક વેરિયન્ટ હશે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે, ૨૯ જૂન ૨૦૨૧ સુધીના આંકડાઓ પ્રમાણે ૯૬ દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ સામે આવ્યા છે. અનેક દેશોમાં જિનોમ સિક્વન્સિંગ માટે સંશાધન ઓછા છે, જેથી ડેલ્ટા વેરિયન્ટની ઓળખ માટે સંશાધનની જરૂરિયાત છે.
જો કે ડેલ્ટા વેરિયન્ટના કારણે અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને સંક્રમિત દર્દીઓને હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યા છે. કોરોના સંક્રમણનો દર વધવાને લઇને જણાવતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે આવનારા મહિનાઓમાં ડેલ્ટા વેરિયન્ટ ફેલાવાના મામલે અન્ય વેરિયન્ટને પાછળ છોડશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, કોરોના વાયરસની ઝપટમાં આવવાથી બચવા માટે અત્યાર સુધી જે ઉપાયો અપનાવવામાં આવી રહ્યા હતા એ કારગર છે.
તેથી માસ્ક લગાવવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, વારંવાર હાથ ધોવા, ખાવા-પીવાનું ધ્યાન રાખવું. ચિંતાજનક વેરિયન્ટની કેટેગરીમાં રાખવામાં આવેલા ડેલ્ટા વેરિયન્ટથી બચવા માટે પણ આ ઉપાયગ કારગર થઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, વેરિયન્ટ્‌સ ઑફ કન્સર્નવાળા વેરિયન્ટની સંક્રમણ ક્ષમતા વધી રહી છે. આ કારણે ડેલ્ટા વેરિયન્ટથી બચવા માટે વેક્સિનેશનને ઝડપી કરવાની જરૂરિયાત છે. રસીકરણમાં એ દેશોએ ઝડપ લાવવાની જરૂર છે, જ્યાં કોરોના વેક્સિનેશન ધીમું ચાલી રહ્યું છે.

Related posts

ચીનમાં મેરેથોન દોડમાં ૨૧ દોડવીરોના મોતથી હાહાકાર મચ્યો…

Charotar Sandesh

વિવાદ : ચીને તાઇવાનની હવાઇ સીમમાં ૨૪ લડાકુ વિમાનો એકસાથે મોકલતા વિવાદ…

Charotar Sandesh

ગુજરાતી મૂળના કાશ પટેલે સીએનએન સામે પાંચ કરોડ ડોલરનો બદનક્ષીનો દાવો કર્યો…

Charotar Sandesh