દ્વારકા : ગુજરાતમાં કોરોના મહામારીનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે ત્યારે કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સાઓ સામે આચી ચૂક્યા છે. ત્યારે તાપીમાં ભાજપ નેતા કાંતિ ગામીત દ્વારા ૬૦૦૦થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. જેમા કાંતિ ગામીતના ઘરે ભીડ ભેગી થવા મામલે પોલીસે કાર્યવાહી કરી કાંતિ ગામીતની ધરપકડ કરી છે. આ મામલે કાંતિ ગામીત સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ત્યાં જ દ્વારકા જિલ્લામાં નવી મોવાણ ગામે એક ભવ્ય લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના દાંડીયા રાસમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા. સાસંદ સભ્ય પૂનમબેન માડમ પણ માસ્ક વિના રાસ રમતા નજરે પડ્યા હતા. જોકે હવે વધુ એક વખત ગાયક ગીતા રબારીના એક ડાયરમાં ભીડ ભેગી થઇ અને કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા. તમને જણાવી દઇએ કે, ટેલિવિઝન પર ગીતા રબારી પોતે સરકારી જાહેરાતમાં લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરે છે અને તેઓ પોતે જ ભીડ ભેગી કરી લોકોના જીવ જોખમમાં મૂકે છે.
કચ્છમાં લગ્ન પ્રસંગે વધુ ભીડ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અહિં મંજૂરી કરતા વધુ લોકો આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એપેડેમીક અને ડિઝાસ્ટાર એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. ભુજના વડઝર ગામે લગ્ન યોજાયા હતા. ગીત રબારી સહિત અન્યની બેદરકારી અંગે તપાસ હાથ ધરાઇ છે. આ લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના ગરબા યોજાયા હતા. માનકુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.