Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

કોરોના વચ્ચે સુરતનું હીરા બજાર ફરી ધમધમ્યું : સંક્રમણ અટકાવવા શપથવિધિ-રાષ્ટ્રગાન ફરજિયાત

બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રહેશે ખુલ્લું રહેશે…

સુરત : કોરોના વાયરસનાનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જીવલેણ વાયરસનાં કાળ વચ્ચે આજથી સુરતનું હીરા બજાર ફરી ધમધ્યુ છે. બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. છેલ્લા આઠ-દસ દિવસથી સુરતમાં દરરોજ અમદાવાદથી વધુ કેસો તો નોંધાઈ જ રહ્યા છે પરંતુ ગુરૂવારે મોતનો આંકડો પણ વધી ગયો હતો. સુરતમાં કોરોનાના હાહાકાર વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોના કહેર વચ્ચે આજથી હીરાબજાર ફરી ધમધમતું છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજથી હીરા બજાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાઈડલાઈન્સ પ્રમાણે જો કોઈ યૂનિટ કે એકમમાં ૧૦થી વધુ કેસ આવે તો હીરા બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હીરા બજાર બપોરે ૨થી સાંજના ૬ વાગ્યા સુધી ખુલશે. બીજી બાજુ તંત્રએ હિરા બજારનો સમય વધારવાની માગ ફગાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારી વચ્ચે સુરતના હીરા ઉધોગકારોએ પોતાના એકમો અને યૂનિટો સવારે ૯થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલું રહે તેવી માંગ કરી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતમાં આજથી હીરા ઉદ્યોગ ફરી ધમધમતું થયું છે. હાલ બજારોમાં હીરા બજારમાં ટ્રેડિંગ પણ શરૂ થઈ ગયું છે. કોરોના મહામારીના જોખમ વચ્ચે સરકારે હીરા ઉધોગને પરમિશન તો આપી છે, પરંતુ સરકાર દ્વારા જાહેર થયેલી ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે કોઈ એકમ કે યૂનિટમાં ૧૦થી વધુ કેસ આવશે તો તે હીરા બજાર બંધ કરવામાં આવશે. એટલું જ નહીં, સુરતના હીરા બજારને બપોરે ૨થી ૬ વાગ્યા સુધી ખોલી શકવાની પરમિશન આપવામાં આવી છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા શપથવિધિ અને રાષ્ટ્રગાન ફરજિયાત કરાયું છે.

સુરતમાં કોરોનાને કંટ્રોલમાં લેવા માટે ગુરુવારે સાંજે આરોગ્ય સચિવ સાથે હીરા ઉદ્યોગની એક બેઠક મળી હતી. આ બેઠકમાં સુરતના અગ્રણી ઉદ્યોગકારો, આરોગ્ય સચિવ જયંતિ રવિ, મનપા કમિશનર, સહિત આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં હીરા ઉદ્યોગકારો દ્વારા સમય વધારવાની માંગ કરાઈ હતી. પરંતુ તેની મંજૂરી મળી શકી નહોતી. સરકારે ઉધોગકારોને પોતાના એકમ અને યૂનિટો ચલાવવા માટે બપોરે ૨થી ૬નો સમય ફાળવ્યો હતો. પરંતુ ઉધોગકારોએ સવારે ૯થી સાંજે ૬ સુધીના સમયની માંગ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા હીરા બજારની સમય વધારવાની માંગ ફગાવાઈ દેવાઈ છે. તંત્રએ કડક આદેશ આપતા હીરા બજારનો સમય બપોરે ૨થી સાંજે ૬ સુધીનો જ રહેશે. ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવાનો તંત્રએ આદેશ આપ્યો છે.

Related posts

સુરતમાં કોરોનાની સ્થિતિ વચ્ચે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની રેલી અને સ્વાગત કાર્યક્રમ રદ…

Charotar Sandesh

ટ્રેનમાં દારૂની ખેપ મારતા બુટલેગરોએ પેસેન્જરને ચાકુ બતાવીને ધમકાવ્યા…

Charotar Sandesh

સુરતમાં જન્માષ્ટમી અને દશામાના વ્રતની ધામધૂમથી ઉજવણી પર લાગ્યો પ્રતિબંધ…

Charotar Sandesh