Charotar Sandesh
બોલિવૂડ

કોરોના વાઈરસ નામ પરથી ફિલ્મ બનશે, પ્રોડ્યૂસરે ‘ડેડલી કોરોના’ ટાઈટલ માટે અરજી કરી…

મુંબઇ : આજે વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં કોરોનાવાઈરસ ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં પણ અત્યાર સુધી ૧૦૫ જેટલા કેસ સામે આવ્યા છે. જોકે, આ સમયે બોલિવૂડના કેટલાંક ફિલ્મમેકર્સે થોડો પણ સમય બગાડ્યા વગર કોરોનાવાઈરસને લઈ ફિલ્મના નામ રજિસ્ટર્ડ કરાવ્યા છે. સૂત્રોના મતે, ઈરોઝ ઈન્ટરનેશનલે ‘કોરોના પ્યાર હૈં’ નામનું ટાઈટલ રજિસ્ટર્ડ કરાવ્યું હોવાની ચર્ચા છે.

જોકે, ઈરોઝ ઈન્ટરનેશનલના કૃષિકા લુલાએ આ વાતનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની ફિલ્મનું ટાઈટલ ‘કહોના પ્યાર હૈં’ છે. તેમણે હજી ટાઈટલ માટે અપ્લાય કર્યું છે. રાઈટ મળવાના બાકી છે. આર્ટિકલને સનસનીભર્યો બનાવવા માટે ફિલ્મનું ટાઈટલ ‘કોરોના પ્યાર હૈં’ કરી દેવાયું. કૃષિકા લુલાએ એમ પણ કહ્યું હતું કે ફિલ્મ લવસ્ટોરી છે અને બેકડ્રોપમાં ક્યાંય કોરોનાવાઈરસ નથી. તે આ હદે ક્યારેય અસંવેદનશીલ હોઈ શકે નહીં. વિશ્વ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને તે આ ટોપિક પર ફિલ્મ ક્યારેય બનાવી શકે નહીં.

ઈરોઝે ભલે કોરોનાને લઈ કોઈ ફિલ્મ ટાઈટલ રજિસ્ટર ના કરાવ્યું હોય. જોકે, ઈમ્પા (ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિયેશન)ના અધિકારીઓએ કહ્યું હતું કે ‘ડેડલી કોરોના’ નામથી ફિલ્મનું ટાઈટલ રજિસ્ટર કરાવવામાં આવ્યું છે. આનંદ એલ રાયની કંપની કલર યલોએ પણ કોરોનાને લઈ એક ટાઈટલ માટે અરજી કરી છે.

Related posts

અભિનેત્રી રવિના ટંડન કેજીએફ-૨ના શૂટિંગ પહેલાં કોરોના ટેસ્ટ કરાવ્યો…

Charotar Sandesh

એક્ટ્રેસ અનુષ્કા શર્માએ દીકરી બે મહિનાની થતાં ફરી શરૂ કર્યું શૂટિંગ…

Charotar Sandesh

અનુષ્કા અને હું છેલ્લા ૧૧ વર્ષથી સારા દોસ્ત છીએ : પ્રભાસ

Charotar Sandesh