Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના વાયરસથી નવેમ્બર મહિનામાં હાલત બદતર બનશે : ICMR સ્ટડી

ન્યુ દિલ્હી : ભારતમાં કોવિડ ૧૯ મહામારી નવેમ્બર મધ્યમાં ચરમસીમાએ પહોંચી શકે છે. જે દરમિયાન ’આઈસીયુ બેડ’ અને વેન્ટિલેટરની પણ અછત પડી શકે છે. એક અભ્યાસમાં આ દાવો કરાયો છે. અભ્યાસ મુજબ લોકડાઉનના કારણે કોવિડ ૧૯ મહામારી આઠ અઠવાડિયા મોડી પોતાની ચરમસીમાએ પહોંચશે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંઘાન પરિષદ દ્વાર રચાયેલા ’ઓપરેશન રિસર્ચ ગ્રુપ’ના રિસર્ચર્સે આ અભ્યાસ કર્યો છે. જેમાં કહેવાયું છે કે લોકડાઉને મહામારીને ચરમસીમાએ પહોંચવામાં ૩૪ દિવસથી આગળ વધારીને ૭૬ દિવસ કર્યાં.

અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે લોકડાઉને સંક્રમણના કેસોને ૬૯ ટકાથી ૯૭ ટકા સુધી ઓછા કર્યાં, જેનાથી સ્વાસ્થ્ય પ્રણાલીને સંસાધન ભેગા કરવામાં અને માળખાગત સુવિધાને મજબુત કરવામાં મદદ મળી. લોકડાઉન બાદ જન સ્વાસ્થ્ય ઉપાયોને વધારવા અને તેના ૬૦ ટકા સફળ રહેવાની સ્થિતિમાં મહામારી નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં પોતાની ચરમસીમાએ પહોંચી શકે છે. ત્યારબાદ ૫.૪ મહિના માટે આઈસોલેશન બેડ, ૪.૬ મહિના માટે આઈસીયુ બેડ અને ૩.૯ મહિના માટે વેન્ટિલેટર ઓછા પડી જશે.

જો કે એમ પણ કહેવાયું છે કે જો લોકડાઉન અને જનસ્વાસ્થ્યના ઉપાયો ન કરાયા હોત તો સ્થિતિ વધુ ગંભીર થઈ શકત. રિસર્ચર્સે કહ્યું કે માળખાગત સુવિધાઓ વધારવા માટે સરકાર દ્વારા સતત પગલાં લેવાવા અને વિભિન્ન ક્ષેત્રોમાં સંક્રમણના દર અલગ અલગ રહેવાના કારણે મહામારીના પ્રભાવને ઘટાડી શકાય છે. જો જન સ્વાસ્થ્ય ઉપાયોના કવરેજને વધારીને ૮૦ ટકા કરવામાં આવે તો મહામારીના પ્રભાવમાં ઘટાડો લાવી શકાય છે.

ભારતમાં કોવિડ ૧૯ના મોડલ આધારિત વિશ્લેષણ મુજબ લોકડાઉનના પિરિયડ દરમિયાન તપાસ, ઉપચાર, અને રોગીઓની સારવાર અને આઈસોલેશન માટે વધારાની ક્ષમતા તૈયાર કરવાની સાથે સાથે ચરમસીમાએ કેસની સંખ્યા ૭૦ ટકા સુધી ઓછી થશે અને સંક્રમણના વધી રહેલા કેસમાં લગભગ ૨૭ ટકા ઘટાડો જોવા મળશે. વિશ્લેષણમાં જોવા મળ્યું છે કે કોવિડ ૧૯થી થનારા મૃત્યુના કેસમાં લગભગ ૬૦ ટકા મૃત્યુ ટાળી શકાયા અને એક તૃતિયાંશ મૃત્યુ ટાળવાનો શ્રેય સ્વાસ્થ્ય સુવિધા ઉપાયોમાં વૃદ્ધિને જાય છે.

Related posts

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૦૦ પોઝિટિવ કેસ : ૧૪૮ના મોત, મૃત્યુઆંક ૩૫૩૮

Charotar Sandesh

કોંગ્રેસની દરબારી રાજનીતિના કારણે પવાર પ્રધાનમંત્રી બની શક્યા નહોતા : પ્રફુલ્લ પટેલ

Charotar Sandesh

PM મોદીએ કહ્યું – અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને ભારતમાં આશરો આપીશું

Charotar Sandesh