Charotar Sandesh
બોલિવૂડ

કોરોના સંકટ જોતા અક્ષય કુમારે પોતાની બહેન માટે બૂક કરાવી આખી ફ્લાઇટ…

મુંબઈ : કોરોના સામેની લડતમાં આગળ પડતો ભાગ લઈને લોકોની મદદ કરી રહેલા અક્ષયકુમારે પરિવારને મદદ કરવામાં પણ જરાય પાછીપાની કરી નથી. અક્ષયકુમારે તેની બહેન અને તેના સંતાનોને મુંબઈથી દિલ્હી મોકલવા આખી ફ્લાઈટ જ બુક કરી નાખી હતી. અક્ષય કુમારે તેના પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થતું બચવા માટે આ ઉપાય કર્યો હતો. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આખો દિવસ આ જ ચર્ચા થતી રહી હતી કે, એક એક્ટર પોતાના પરિવારને કોરોનાથી બચાવવા માટે આખી ફ્લાઇટ બુક કરાવી શકે છે. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મુંબઈથી દિલ્હી જનારી એક ફ્લાઇટ સૌથી ઓછા મુસાફરોને લઈને જઈ રહી છે.

આ ફ્લાઇટમાં જેમણે મુસાફરી કરી તેમાં અલકા હિરાનંદા અને તેના બાળકોના નામ સામેલ હતા. વધુ તપાસમાં ખ્યાલ આવ્યો કે, આ ફ્લાઇટ અક્ષયકુમારની ઓફિસમાંથી બુક કરાઈ હતી. આ ફ્લાઇટમાં તેની બહેન અને તેના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. જોકે, એ વાતનું ધ્યાન રખાયું હતું કે, જે બેઠક પર આ પરિવાર મુસાફરી કરે તેની આસપાસની બેઠકો પણ બુક કરાવી દેવામાં આવે. તેમનો ઇરાદો એવો ન હતો કે, ફ્લાઇટમાં અન્ય કોઈ મુસાફરો મુસાફરી કરે જ નહીં.

Related posts

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી અને હર્ષની પૂછપરછ માટે અટકાયત…

Charotar Sandesh

નેહા કક્કડના લગ્નની વાત મુદ્દે પૂર્વ બૉયફ્રેન્ડે મૌન તોડ્યું…

Charotar Sandesh

કંગના રનૌતે ખેડૂતો મુદ્દે ટિ્‌વટ કરતાં હિમાંશી ખુરાંનાએ જડબાતોડ જવાબ આપ્યો…

Charotar Sandesh