Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટઃ છેલ્લા ૨૪ કલાકમાં ૫૨૦૫૦ પોઝિટિવ કેસ, ૮૦૩ના મોત…

ભારતમાં સતત બીજા દિવસે સમગ્ર વિશ્વ કરતાં સૌથી વધુ કેસ અને મોત

કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧૮,૫૫,૭૪૫ થઇ, મૃત્યુઆંક ૩૮,૯૩૮ને પાર, ૨૪ કલાકમાં ૩.૮૧ લાખ લોકોના ટેસ્ટ કરાયા,રિક્વરી રેટ ૬૬.૩૪ ટકા પર પહોંચ્યો

ન્યુ દિલ્હી : દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૧૮ લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૨,૦૫૦ નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં ૧૮,૫૫,૭૪૫ કેસ નોંધાયા છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૨,૩૦,૫૦૯ સુધી પહોંચી ગઈ છે. આજે સતત છઠ્ઠા દિવસે દેશભરમાં કોવિડ-૧૯ના ૫૦ હજારથી વધુ કેસ આવ્યાં છે. દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૩૮,૯૩૮ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી દેશભરમાં ૮૦૩ લોકોના મોત થયા છે.
કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે ભારતે કોવિડ-૧૯ના બે કરોડથી વધુ ટેસ્ટ કર્યા છે. જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. સંક્રમિત લોકોની સમયસર ભાળ મળતા તેમને જલદી ક્વોરન્ટાઈનમાં મોકલવા અને જલદી ઉપચાર શરૂ કરવાની મહત્વપૂર્ણ રણનીતિ મુજબ આ કવાયતને અંજામ અપાયો.
દેશમાં મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૮,૯૬૮ અને આંધ્ર પ્રદેશમાં ૭૮૨૨ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે સોમવારે દેશમાં ૪૩.૦૭૦ દર્દીઓ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે જ દેશમાં કોરોનાનો રિવકરી રેટ ૬૬.૩૪ ટકા પર પહોંચ્યો છે. એટલે કે દર ૧૦૦ કોરોના દર્દીઓમાંથી ૬૬ લોકો સ્વસ્થ થઈ રહ્યાં છે.
ICMRએ કહ્યું કે બે ઓગસ્ટ સુધીમાં કુલ ૨,૦૨,૦૨,૮૫૮ નમૂનાનું પરિક્ષણ કરાઉં જેમાંથી ૩,૮૧,૦૨૭ નમૂનાનું પરિક્ષણ રવિવારે થયું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૩,૮૧,૦૨૭ નમૂનાની તપાસ સાથે જ પ્રતિ ૧૦ લાખ વસ્તી પર ટેસ્ટિંગની સંખ્યા વધીને ૧૪૬૪૦ થઈ ગઈ છે.
આંકડા મુજબ દેશના ૨૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પ્રતિ ૧૦ લાખની વસ્તી પર રાષ્ટ્રીય સરેરાશથી વધુ તપાસ કરી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક અને પંજાબ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં વિશ્વભરમાં બીજા નંબરે છે. તેના પહેલાં બ્રાઝિલ અને અમેરિકા છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં ૨,૭૫૧,૬૬૫ કેસ નોંધાયા છે, જેમાંથી ૯૪,૭૦૨ લોકો મૃત્યુ પામ્યા છે અને હાલમાં અહીં ૭,૪૪,૬૪૪ કેસ સક્રિય છે. અહીં અત્યાર સુધીમાં ૧૯,૧૨, ૩૧૯ લોકો સાજા થયા છે. ત્યારે અમેરિકામાં અત્યાર સુધીમાં ૧,૫૮,૯૨૯ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ૨૪,૪૬,૭૯૮ લોકો સાજા થયા છે જ્યારે અહીં લગભગ ૪૯ લાખ કેસ નોંધાયા છે.

Related posts

માર્કેટ યાર્ડો બંધ નહીં થાય, એમએસપી પર લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

વિચિત્ર દૃશ્ય : ઉ.પ્રદેશમાં કોરોના વેક્સિનને લઇ લોકોમાં ભય : મેડિકલ ટીમને જોઇ લોકો નદીમાં કૂદ્યા

Charotar Sandesh

વિપક્ષ સત્તામાં આવશે તો ૩૭૦ કલમ ફરી લાગુ કરશે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh