Charotar Sandesh
વર્લ્ડ

કોરોના સંકટમાં ભારતની મદદે આવ્યું ટવીટર : ૧૧૦ કરોડ રૂપિયાનું કર્યું દાન…

સાન ફ્રાંસીસકો : કોરોનાની બીજી લહેર સામે લડી રહેલ ભારતને મદદ માટે માઇક્રોબ્લોગીંગ સાઇટ ટવીટરે ૧૫ મીલીયન ડોલર એટલે કે લગભગ ૧૧૦ કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. ટવીટરના સીઇઓ જેક પેટ્રીક ડોરસીએ ટવીટ કરીને આની માહિતી આપી અને એ પણ જણાવ્યુ આ નાણાં ભારત કેવી રીતે પહોંચશે.

જેક ડોરસી અનુસાર આ રકમ ત્રણ એનજીઓ care, Aid India અને sewa International usa ને આપવામાં આવી છે. તેમાંથી ષ્ઠટ્ઠિી ને ૧ કરોડ ડોલર અને બાકીની બે સંસ્થાઓને અઢી અઢી મીલીયન ડોલર આપવામાં આવ્યા છે.
ટવીટર દ્વારા જાહેર સ્ટેટમેન્ટ અનુસાર, સેવા ઇન્ટરનેશનલ એક હિન્દુ આસ્થા આધારિત એનજીઓ છે. આ સંસ્થા ઓકિસજન કોન્સન્ટ્રેટર, વેન્ટીલેટર જેવા જીવનરક્ષક સાધનો ઉપલબ્ધ કરાવશે. બધા ઉપકરણો દેશની સરકારી હોસ્પિટલો અને કોવિદ કેર સેન્ટરોમાં વહેંચવામાં આવશે. તો વૈશ્વિક ગરીબી દુર કરવા માટે સતત કામ કરતી સંસ્થા ષ્ઠટ્ઠિી ને અપાયેલ ફંડમાંથી કોવિદ કેર સેન્ટરો બનાવાશે ઓકિસજન, પીપીઇકીટ અને અન્ય જરૂરી સામાન સપ્લાય કરશે.

Related posts

અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર ઇરાનનો મિસાઇલ હુમલો : ૮૦ના મોતનો દાવો

Charotar Sandesh

કોરોના વાયરસનું વધુ ભયંકરરૂપ તો હવે જોવા મળશે : WHOની ચેતવણી…

Charotar Sandesh

અમેરિકાના ન્યુજર્સીમાં ૧૧ ઓગ. ૨૦૧૯ રવિવારના રોજ ”ઇન્ડિયા ડે પરેડ” યોજાશે…

Charotar Sandesh