Charotar Sandesh
ઉત્તર ગુજરાત

કોરોના સામે હોમિયોપેથિક દવાઓ અને માસ્કનુ વિતરણ કરતા શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગરના હોદ્દેદારો…

સુરેન્દ્રનગર : સમગ્ર ભારત અને ગુજરાત રાજ્ય જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગરનાં કોરોના વોરિર્યસ એવા બ્રિજરાજસિંહ રાણા, દશરથસિંહ અસવાર, અનિલભાઈ મકવાણા, ભગિરથસિંહ રાણા, હેમલભાઈ તુરખિયા, મહેન્દ્રભાઈ ડાભી, વિરલભાઈ મહેતા અને રણછોડભાઈ કટારીયાએ વાલ્મીકનગર વિસ્તાર, વઢવાણ મુકામે સફાઈ કામદારો તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અનાજ વિતરણ કામમાં રોકાયેલા પ્રાથમિક શાળાનાં આ મહામારીમાં પણ જીવનાં જોખમે કામ કરતા કોરોના વોરિર્યસ એવાં શિક્ષકોઓની રોગ પ્રતિરોધક શક્તિ વધે તે માટે ઉકાળા વિતરણ કાર્યક્રમ અને હોમિયોપેથીક દવા આરસેનિક આલ્બમ 30 અને માસ્કનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

જેમાં બ્રિજરાજસિંહ રાણાએ રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધે તે માટેની વિસ્તારથી સમજ આપી તેમજ અનિલભાઈ મકવાણાએ આરસેનિક આલ્બમ 30 દવા કેવી રીતે લેવી, શું પરેજી રાખવી અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની સમજ આપી આમ આવી મહામારી સમયે સારસ્વત મિત્રો જીવનાં જોખમે પણ પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય તેથી રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લાનાં સંયોજક ભરતસિંહ ચાવડા અને ભગિરથસિંહ રાણાની ખાસ લાગણીને માન આપી રણછોડભાઈ કટારીયા અને દશરથસિંહ અસવારે આયુષ વિભાગ સાથે સંકલન કરી આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સફળ બનાવ્યો.

  • બ્રિજરાજસિંહ રાણા, સુરેન્દ્રનગર

Related posts

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે આનંદીબેન પટેલે ફરી માર્યો ટોણો, અહીં ખાવા જેવું છે, પીવા જેવું પણ છે…

Charotar Sandesh

ગુજરાતની પેટા ચૂંટણીની જાહેરાત થતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ફાફે ચડ્યા…

Charotar Sandesh

મંદિરોમાં હેન્ડ સેનેટાઇઝર બાદ જ પ્રવેશ મળશે અને માસ્ક પહેર્યો હશે તો દર્શન કરી શકશે…

Charotar Sandesh