Charotar Sandesh
ગુજરાત

કોરોના : સીએમ રૂપાણીએ વિદેશમાં વસતા ગુજરાતીઓને ઘરમાં જ રહેવા કરી અપીલ…

ગાંધીનગર : મહામારીના સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં વસતા ગુજરાતીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સમગ્ર વિશ્વને બાનમાં લઈ ચૂકોલા કોરોના વાઈરસ વિરૂદ્ધ દરેક જણ એકજૂટ થઈને જીત મેળવે. ઝ્રસ્ રૂપાણીએ વિદેશોમાં વસતા ગુજરાતી પરિવારજનોને સંબોધિત કરતા જણાવ્યું કે, ગુજરાતે આ વાઈરસના ચેપને ફેલાતો અટકાવવા માટે તૈયારી સાથે આગતરૂ આયોજન કર્યું છે.

આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સકંજામાં છે, ત્યારે તમામ માટે આ એક ચિંતાનો વિષય છે. મને અલગ-અલગ દેશોમાંથી વિભિન્ન માધ્યમો થકી લોકોના સંદેશાઓ મળતા રહે છે. હું તેમની ચિંતા સમજી શકું છુ, કારણ કે પોતાના વતન પ્રત્યે લાગણી ધરાવતા તમામ ગુજરાતીઓને એકબીજાની ચિંતા થવી સ્વાભાવિક છે.

મુખ્યમંત્રીએ વિશ્વમાં વસેલા ગુજરાતીઓની વિશેષ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુજરાતના લોકો વિશ્વના અલગ-અલગ દેશોમાં ફેલાયેલા છે. જેમાં અમુક એવા દેશો પણ છે, જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે હોવાના સમાચાર છે. અમેરિકાના ન્યુયોર્ક, ન્યૂજર્સી, લૉસ એન્જલસની સાથે બ્રિટનમાં પણ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. એવા તમામ લોકોને પોતાનો ખ્યાલ રાખવો જોઈએ અને બને ત્યાં સુધી પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતીઓ જે-જે દેશોમાં રહે છે, ત્યાંના નિયમો અને આદેશોનું પાલન કરતા જ હશે. આવા સંકટના સમયે શરીને સ્વસ્થ અને મનને પ્રફુલ્લિત રાખવા માટે ખાસ પ્રયત્ન કરવા જોઈએ. તેનું પણ સમાધાન ભારતીય પરંપરામાં જ છે. યોગાસન, વ્યાયામ અને પ્રાણાયામથી લઈને અનેક ચીજો આપણા શરીર અને મનને મજબૂત બનાવે છે.

Related posts

રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો અંગે નિર્ણય : ૮ મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ આ તારીખ સુધી લંબાવાયો

Charotar Sandesh

અમેરિકા સે આયા મેરા દોસ્ત દોસ્ત કો સલામ કરોઃ મોદી ભાવવિભોર

Charotar Sandesh

PM મોદી એક્શનમાં : ગુજરાત ભાજપ નેતાઓ સાથે બંધ બારણે યોજી બેઠક : ચૂંટણીની રણનીતિ તૈયાર, જુઓ

Charotar Sandesh