Charotar Sandesh
વર્લ્ડ

કોરોનાના કારણે ૨૦૩૦ સુધીમાં ૨૦ કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે…

દુનિયાભરમાં ગરીબોની સંખ્યા એક અબજ પર પહોંચી જશે…

યુએન : દુનિયાભરમાં કોરોનાના કહેરની દુરોગામી અસરો જોવા મળી શકે છે.યુનાઈડેટ નેશન્સના નવા સ્ટડીમાં સામે આવ્યુ છે કે, ૨૦૩૦ સુધીમાં કોરોનાના કારણે ૨૦ કરોડ લોકો અત્યંત ગરીબ થઈ જશે.જો આવુ થયુ તો દુનિયાભરમાં ગરીબોની સંખ્યા એક અબજ પર પહોંચી જશે.
આ સ્ટડીમાં કોરોનાના કારણે વિવિધ ક્ષેત્ર પર પડી રહેલી અસરો અને તેનો આગામી એક દાયકા સુધી કેવો પ્રભાવ રહેશે તે બાબત પર ભાર મુકવામાં આવ્યો છે.સ્ટડીમાં કહેવાયુ છે કે, મહામારી પહેલા દુનિયામાં વિકાસની રફતારને ધક્કો પહોંચ્યો છે.કોરોના ફેલાયો તે પહેલા જે અનુમાન હતુ તેના કરતા ૪ કરોડ જેટલા વધારે લોકો ગરીબીમાં ધકેલાઈ જશે.૨૦૩૦ સુધીમાં કુલ ૨૦ કરોડ લોકો વધારે ગરીબ બનશે.
દુનિયાભરના દેશોની સરકારો કોરોનાનો સામનો કરવા માટે કયા પ્રકારના વિકલ્પો અપનાવે છે અને તેની શું અસર પડે છે તેના પર પણ અંતિમ પરિણામ જોવા મળી શકે છે.કોરોનાના કારણે દુનિયાભરના અર્થતંત્રો પર જે અસર પડી છે તેના કારણે ભૂખમરો વધવાની પણ સંભાવના છે.આ જ રીતે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ કોરોનાની મહામારી ગંભીર અસર પાડી રહી છે.

Related posts

ભારત ખૂબ ખતરનાક ખેલ ખેલી રહ્યું છે, ભયાનક અસર થઇ શકે છે : પાકિસ્તાન

Charotar Sandesh

કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ, ૩ લોકોનાં મોત…

Charotar Sandesh

યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ચીનના વિદ્યાર્થીઓને કારણે ચીન યુક્રેન પર ગુસ્સે થયું

Charotar Sandesh