Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાના ડર વચ્ચે ૧૫ દિવસમાં લોકોએ બેન્કોમાંથી ૫૩૦૦૦ કરોડ ઉપાડ્યા…

મુંબઇ : કોરોના વાયરસનો ભય લોકોના જીવનના દરેક ભાગને અસર કરી રહ્યો છે. લોકો ઇમરજન્સીની અપેક્ષાએ બેંકો પાસેથી જંગી રકમની રોકડ ઉપાડી રહ્યા છે.

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ લોકોએ ચાલુ મહિનામાં ૧૩ માર્ચના રોજ પૂરા થતાં પખવાડિયામાં બેંકો પાસેથી રૂ. ૫૩,૦૦૦ કરોડની રોકડ ઉપાડી લીધી છે જે છેલ્લા ૧૬ મહિનામાં રોકડ ઉપાડનું આ ઉચ્ચતમ સ્તર છે.

આરબીઆઇના જણાવ્યા મુજબ, આટલી મોટી માત્રામાં ઉપાડ તહેવારો અથવા ચૂંટણીના સમયમાં થાય છે. ૧૩ માર્ચ સુધી લોકોની પાસે કુલ ૨૩ લાખ કરોડનું ચલણ હતું. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ડિજિટલ વ્યવહારોમાં વધારો થયો હોવા છતાં, કટોકટીના પગલે સાવધાની અને ડર ફેક્ટરનું હાવી છે.

સ્ટેટ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ એસ.કે. ઘોષે પોતાની તાજેતરની રિસર્ચ નોટમાં લખ્યું છે કે, લોકડાઉન દરમિયાન મોટા ભાગની જરૂરી ચીજો રોકડમાં ખરીદવામાં આવશે. બેંકોએ અચાનક રોકડ માંગની સ્થિતિમાં રોકડની ડિલિવરી સુનિશ્ચિત કરવી પડશે. નિષ્ણાંતોના મતે, બેંકોમાંથી રોકડ ઉપાડમાં થયેલા વધારાની અસર બેંક થાપણો પર પડે છે. નાણાકીય બજારના વધઘટ સમયે બજારમાં લિક્વિડિટીની સ્થિતિને અસર કરી શકે છે.

Related posts

શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર, બે જવાન ઘાયલ…

Charotar Sandesh

ભાજપને હરાવવા વિરોધી પક્ષોની મોટી યુતિ જરૂરી : એનસીપી

Charotar Sandesh

વંદે ભારત મિશન : એર ઈન્ડિયા અમેરિકા માટે શરૂ કરશે ૩૬ ફ્લાઇટ…

Charotar Sandesh