Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાનું વિકરાળ સ્વરૂપ, ૧ દિવસમાં ૪ લાખથી વધુ કેસ, ૩૫૨૩ના મોત…

એપ્રિલ ભારે રહ્યો : નોંધાયા ૬૬ લાખ કેસ, સૌથી વધુ સંક્રમિત અમેરિકામાં નવા દર્દીઓથી ૭ ગણો…

ન્યુ દિલ્હી : કોરોનાનું પ્રચંડ સ્વરૂપ નિયંત્રણમાં આવવાના બદલે દરરોજ વધુ વિકરાળ બની રહ્યું છે. ભારતમાં કોરોના દરરોજ પોતાના પાછલા રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪ લાખ કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના ૪,૦૧,૯૯૩ નવા કેસ સામે આવ્યા છે અને ૨૪ કલાકમાં જ ૩,૫૨૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તેના એક દિવસ પહેલા દેશમાં કોરોનાના ૩,૮૬,૪૫૨ નવા કેસ સામે આવ્યા હતા અને ૩,૪૯૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં આજથી એટલે કે શનિવારથી વેક્સિનેશનનો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. આજથી ૧૮ વર્ષથી ૪૫ વર્ષની ઉંમર ધરાવતા લોકો પણ વેક્સિન લઈ શકશે. જો કે, દુર્ભાગ્યવશ અનેક મોટા રાજ્યોમાં વેક્સિનની ભારે તંગી છે.
વેક્સિન શોર્ટેજના કારણે અનેક રાજ્યોએ પહેલી મેથી શરૂ થતો વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવામાં અસમર્થતા દર્શાવી છે અથવા તો તેમાં આંશિક રીતે જોડાયા છે. મહારાષ્ટ્ર, ગોવા, યુપી, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વેક્સિનની ભારે તંગી છે. દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્ર હાલ કોરોનાના હોટસ્પોટ બન્યા છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭,૦૭૪ નવા કેસ સામે આવ્યા છે અને ૩૭૫ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં હાલ સક્રિય દર્દીઓની સંખ્યા ૯૯,૩૬૧ થઈ ગઈ છે.
એપ્રિલ મહિનામાં ૬૬ લાખથી પણ વધારે કેસ સામે આવ્યા છે. જેને ગત વર્ષ મહામારીની શરુઆત બાદ સંક્રમણના મામલાને લઈને સૌથી ખરાબ મહિનો સાબિત થયો છે. એપ્રિલમાં નોંધાયેવા નવા મામલા ગત ૬ મહિનામાં સામે આવેલા મામલામાં સૌથી વધારે રહ્યા જે સંક્રમણની બીજી લહેરની ગંભીરતા દર્શાવે છે.
ભારતમાં કોરોનાના એક દિવસના કેસ ૪ લાખ ૧ હજાર ૯૧૧ મામલા સામે આવ્યા છે. જેની સાથે જ સંક્રમિત લોકોના અત્યાર સુધીના આંકડા વધીને ૧.૯૧દ્ગચ પાર પહોંચી ગયા છે. જયારે માર્ચના અંત સુધીમાં મામલાની સંખ્યા ૧૨૧૪૯૩૩૫ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે એપ્રિલ બાદથી સંક્રમણના મામલા સ્પીડમાં વધ્યા છે.
૫ એપ્રિલથી રોજ એક લાખથી વધારે મામલા સામે આવવા લાગ્યા જયારે ૧૫ એપ્રિલથી આની સંખ્યા પ્રતિદિન ૨ લાખને પાર થઈ ગઈ અને ૨૨ એપ્રિલથી રોજના ૩ લાખથી વધારે મામલા નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ અગ્રવાલે કહ્યુ કે ગત ચાર અઠવાડિયામાં દિલ્હી, ઉત્ત્‌।ર પ્રદેશ, છત્ત્‌।ીસગઢ, ગુજરાત, ઝારખંડ, પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પરિસ્થિતિ વધારે ચિંતાજનક છે.
૧૦ દિવસમાં કેસ ૪ લાખને પાર પહોંચ્યા છે. દેશભમાં સંક્રમણની સ્પીડીની વાત કરીએ તો ગત ૧૦ દિવસમાં કોરોનાના દર્દીના આંકડા રોજના ૩ લાખથી ૪ લાખને પાર થયા છે. આ પહેલા ૨૧ એપ્રિલથી રોજના ૩ લાખથી વધારે મામલા સામે આવ્યા છે. ૨૧ એપ્રિલે જયાં ૩.૧૫ લાખ દર્દી મળ્યા હતા. ત્યારે ૨૨ ના રોજ ૩.૩૨ લાખ, ૨૩ના રોજ ૩.૪૫ લાખ, ૨૪ના રોજ ૩.૪૮ લાખ, ૨૫ ના રોજ ૩.૫૪ લાખ, ૨૬ના રોજ ૩.૧૯ લાખ. ૨૭ના રોજ ૩.૬૨ લાખ, ૨૮ના રોજ ૩.૭૯ લાખ, ૨૯ ના રોજ ૩.૮૬ લાખ અને ૩૦ એપ્રિલે ૪.૦૧ લાખ નવા દર્દી મળ્યા છે.

Related posts

દીપિકાએ બિઝનેસની દુનિયામાં મુક્્યો પગ, ‘ડ્રમ્સ ફૂડ ઇંટરનેશનલ’માં રોકાણ કર્યું

Charotar Sandesh

‘સ્ટૂડન્ટ ઓફ ધ યર ૨’ ફિલ્મએ ૪ દિવસમાં ૪૪.૩૫ કરોડની કમાણી કરી

Charotar Sandesh

‘કબીર સિંઘ’ મેં કિતને કીસીંગ સીન હૈ, કિયારાજી..?!!

Charotar Sandesh