Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોનાને કારણે બાંગ્લાદેશમાં વર્લ્ડ અને એશિયા ઈલવેન વચ્ચેની મેચ સ્થગિત…

ન્યુ દિલ્હી : કોરોનાવાયરસની અસર બાંગ્લાદેશ ક્રિકેટ પર પણ વર્તાઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના જન્મદિને ૨૧ અને ૨૨ માર્ચે વર્લ્ડ ઈલેવન અને એશિયા ઈલેવનની બે મેચોને સ્થગિત કરવામાં આવી છે. હવે મેચો ક્યારે રમાશે તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ પર લાંબા સમયથી કોરોના વાયરસનો ખતરો ઊભો થયેલો છે. અહેવાલો મુજબ, હવે રાજ્ય સરકારો પણ તેને લઈને મોટું પગલું લેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યાં પહેલા કર્ણાટક સરકારએ મેચોની મેજબાની ન કરવાનો નિર્ણય લીધો.

બીજી તરફ, મહારાષ્ટ્રે આઈપીએલની પહેલી મેચની ટિકિટના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે તેની ઑફિશિયલ પુષ્ટિ નથી થઈ. આ બધાને જોતાં આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે બેઠક કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલો મુજબ, આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ ૧૪ માર્ચે કોરોનાવાયરસને લઈ બગડતી સ્થિતિ વિશે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આઈપીએલ રદ કરવામાં આવશે કે નહીં.

બીસીસીઆઈ માટે આ વર્ષે આઈપીએલનું આયોજન કરવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે. ભારત સરકારે વિઝા પૉલિસીમાં હાલમાં જ જે ફેરફાર કર્યો છે તેનાથી મુશ્કેલી વધતી હોય તેવું લાગી રહ્યું છે. આઈપીએલ રમવા માટે ભારત આવનારા ૬૦ વિદેશી ખેલાડીઓને વિઝા મળશે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.

Related posts

જો તમે બાઉન્સર ન રમી શકતા હો તો તમે કન્કશન સબ્સ્ટિટયૂટ પણ ડિઝર્વ નથી કરતાઃ ગાવસ્કર

Charotar Sandesh

આઈસીસી ટેસ્ટ રેન્કિંગઃ સ્મિથને પછાડી કોહલીએ ફરી નંબર-૧નો તાજ મેળવ્યો…

Charotar Sandesh

કોરોના પીડિતોની મદદ માટે વિરાટ કોહલી-અનુષ્કા શર્માએ ૭ દિવસમાં એકત્ર કર્યા રૂ.૧૧ કરોડ…

Charotar Sandesh