Charotar Sandesh
વર્લ્ડ

કોલંબિયાના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પર ગોળીબાર કરાતા ચકચાર મચી…

કોલંબિયા : કોલંબિયાના રાષ્ટ્રપતિ ઈવાન ડૂકેએ શુક્રવારે જણાવ્યું કે વેનેજુએલાન બોર્ડર સાથે જોડાયેલા દક્ષિણી કૈટાટુમ્બોમાં તેમને તથા તેમના અધિકારીઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર પર ગોળીબાર કરવામાં આવ્યો. આ કોઈ રાષ્ટ્રપતિના વિમાન પર સીધો હુમલો કરવાની દુર્લભ ઘટના છે.
ડુકે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હેલિકોપ્ટરમાં ડૂકે ઉપરાંત દેશના રક્ષામંત્રી ડિએગો મોલાનો, ગૃહ મંત્રી ડેનિયલ પલાસિયોસ અને નોર્ટ ડી સેન્ટેન્ડર રાજ્ય ગવર્નર સિલ્વાનો સેરાનો સવાર હતા. તેમણે ‘વૈઘતાની સાથે શાંતિ -સતત કૈટાટુમ્બો અધ્યયન’ નામના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં કહ્યું કે હું દેશને જણાવવા માંગુ છું કે કૈટાટુમ્બોના સાર્ડિનટામાં એક પ્રતિબદ્ધતા પુરી કર્યા બાદ કુકુટા શહેરની પાસે રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પર હુમલો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે હેલિકોપ્ટરમાં લાગેલા સાધનો તથા તેની ક્ષમતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા જારી એક વીડિયોમાં કોલંબિયાઈ વાયુસેનાના હેલિકોપ્ટરમાં ગોળી વાગવાના કારણે અનેક કાણાં નજરે પડી રહ્યા છે.

Related posts

વાયરસ ક્યાંથી આવ્યો તેની તપાસ કરવા બાઇડને અમેરિકી એજન્સીઓને કામે લગાડી…

Charotar Sandesh

અમેરિકાઃ કોલારોડોની સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગઃ ૧નું મોત,આઠ વિદ્યાર્થી ઘાયલ

Charotar Sandesh

બ્રિટનમાં ઘણા નવા વિસ્તારોમાં ફેલાયો નવો કોરોના વાઇરસ, કડક લોકડાઉનમાં ઊજવાશે નાતાલ…

Charotar Sandesh