Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભાતમાં ભારેલો અગ્નિ : હિન્દુ સમાજનું બંધનું એલાન : રેલી હિંસક બની, પથ્થરમારો અને આગચંપી…

  • લોકોના મકાનોમાં ઘુસી જઈ તોફાની અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરી લુંટફાટ કરી હતી…

  • ખંભાતમાં હથિયાર ધારી ટોળા બૂમો પાડતાં હતાં, આજે પોલીસ જીવતી ન જવી જોઈએ, લાશો પાડી દો…!!

  • વિવિધ સંગઠનો દ્વારા  રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી…

ખંભાત : ખંભાતમાં થયેલ કોમી રમખાણો બાદ હજુ પણ શહેરમાં અંજપાભરી પરિસ્થિતિનો માહોલ છે. સોમવારે મોડી સાંજે શહેરની મીરાસૈયદઅલીની દરગાહ પાસે કોંમ્બિગ દરમ્યાન ટોળાએ પોલીસ પર હુમલો કરતાં ચાર જવાનોને ઈજા પહોંચી હતી. તો આ મામલે હિન્દુ સમાજે બંધનું એલાન આપ્યું છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકો ટાવર ચોક પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવ્યો હતો. ખંભાતમાં થયેલ રમખાણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

તો પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ ખંભાતમાં ઉતારી દેવામાં આવી હતી. પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કર્યું હતું. તો ત્રીજા દિવસે પણ કેટલીય જગ્યાઓએ આગજનીના બનાવો બન્યા હતા. તો ખંભાતના તમામ સ્કૂલ-કોલેજો અને બજારો બંધ રહ્યા હતા.

કાર, સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી…!!

ખંભાતના અકબરપુર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કોમી દંગલ ફાટી નીકળ્યા હતા. રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. જેમાં બે કોમનાં ઘરોમાં પથ્થરમારો કરી તોડફોડ અને આગચંપી કરાઈ હતી. સોમવારે આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં SOGના હેડ કોન્સ્ટેબલ નહસિંહભાઈ ઘાયલ થયા હતા. તો ગેસ ગોડાઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી.

ખંભાત શહેરમાં હિન્દુ સમુદાય દ્વારા આજે ખંભાત બંધનું એલાન આપી ગવારા ટાવર પાસે એકત્ર થયું હતું. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગ ચાંપી હતી તેમજ ત્રણ જેટલા કેબીનોની તોડફોડ કરી સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી. જેને લઈને મામલો બેકાબુ બન્યો હતો.

ઓળખાયેલા 45 સહિત ટોળાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
પોલીસ ઈન્સ્પેકટર ડી જી ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બંને કોમના ટોળાંએ હુરીયો બોલાવી ઉશ્કેરણી કરી મકાનોમાં આગ લગાડી, પથ્થરો ફેંક્યા હતા. પોલીસે મહમદમુસ્તાક શેખ, મુફ્તાઝહુસૈન શેખ, મોહમ્મદસાદીક યુસુફ મલેક, અલ્બુલાખાન પઠાણ, મઝફરહુસૈન મલેક, મુફફર આગા, તૌફિક શેખ, રણછોડ ઠાકોર, રવીભાઈ દરજી, સંજય ઠાકોર, ઈકબાલ મયુર પેટલાદવાળો, રફીક મયુર પેટલાદવાળો, વસીમ મહેમુદ, મહેબુબખાન પઠાણ, અઝહર ઈકબાલ પેટલાદી, સોહેલ સીકંદર દહેગામવાળા, સલીમ બટકો, હબીબ સાડીવાળા, ઈલ્યિાસ રહીમ સૈયદ, શબ્બીર દુકાનવાળા, અહેમદ અનવર ટેમ્પો ચાલક, વડુ કટલેશવાળો, મુસ્તાક અકબર સૈયદ, રફીક અકબર સૈયદ, ઈકબાલ હુસૈન સૈયદ, બશીર ઝહીર, ફ્યાદ ગુલામ, ઈમરાન ઈન્હાજ જલાલી, સિકંદર દહેગામવાળા, કાદિર શબ્બીર , કાસીમ શબ્બીર, સોહેલ મકસુદ, ઈરશાન હસન, સાકીરલ હસન, ઈરફાન અકીકવાળા, સોહેલ સીકંદરખઆન પઠાણ, અેઝાઝબાપુ સૈયદ, મનોજ ઠાકોર, કનુ માછી, નીકુલ ઠાકોર, ધીરજ ઠાકોર, નયન ઠાકોર, મથુર ઠાકોર સહિત અન્ય હજારથી વધુ હિન્દુ-મુસ્લિમ કોમના ટોળાં વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

Related posts

અજાણ્યા વ્યક્તિને ફેસબુક ઉપર મિત્ર બનાવતા હોય, તો સાવધાન… રૂ. ૧૨ લાખની લૂંટ મચાવી

Charotar Sandesh

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચુંટણી પ્રચાર અંતર્ગત આણંદ વિધાનસભા બેઠકમાં જાહેર સભા યોજી

Charotar Sandesh

હવે, સ્વેટર-ધાબળા-ગોદડા બહાર કાઢજો : ચોમાસાએ લીધી વિદાઇ : ફુંકાશે ઠંડા પવનો…

Charotar Sandesh