Charotar Sandesh
ઈન્ડિયા

ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર હમેશાંથી તૈયાર : વડાપ્રધાન મોદી

સરકારે ખેડૂતોને જે પ્રસ્તાવ આપ્યો છે તે હાલ પણ યથાવત્‌ : સર્વપક્ષીય બેઠકમાં બોલ્યા વડાપ્રધાન…

વાતચીતનો રસ્તો હંમેશા ખુલ્લો, ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક ફોન કૉલનું જ અંતર, ખેડૂત આંદોલનનું સમાધાન વાતચીત મારફત જ શોધી શકાય છે…

ન્યુ દિલ્હી : ધીમે ધીમે વેગ પકડી રહેલા ખેડૂતો આંદોલનને લઈને કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીતની શક્યતાઓ નકારી નથી અને તેને યથાવત રાખી છે. આજે સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ખેડૂતોનો મુદ્દો વાતચીતથી જ હલ થશે. ખેડૂતોને આપવામાં આવેલો સરકારનો પ્રસ્તાવ આજે પણ યથાવત જ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેદ્ર સિંહ તોમરને કહ્યું હતું કે તે ખેડૂતોથી માત્ર એક ફોન કોલ જ દૂર છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમં પીએમ મોદીએ કહ્યું હતું કે, સરકાર વિરોધી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, જે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જે કહ્યું હતું હું પણ એ જ વાત દોહરાવવા માંગુ છું. અમે સર્વ સંમતિ સુધી નથી પહોંચ્યા પણ અમે તેમને (ખેડૂતો)ને ઓફર આપી રહ્યાં છીએ. તમે પણ આવો અને આ મામલે વિચાર કરો. પીએમ મોદીએ ખેડૂતોને કહ્યું હતું કે, તે માત્ર એક ફોન કોલ જ દૂર છું.
પ્રદર્શનકારી ખેડૉઓતોની માંગણી છે કે, સરકાર આ કાયદાઓને જ રદ્દ કરે, પરંતુ સરકારે આ મામલે કોઈ વાત કરી નથી. ખેડૂત આંદોલન અને સંસદના કામકાજને ધ્યાનમાં રાખતા બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠ્‌ક બોલાવવામાં આવી હતી. શુક્રવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નેતાઓ સાથે એક બેઠક કરી હતી. તેમણે લોકસભામાં તમામ પક્ષોના નેતાઓને સદનની ગરીમાનું સમ્માન કરવા અનુંરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બજેટ સત્રના પહેલા જ દિવસે ૨૦ રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિના અભિભાષનો બહિષ્કાર કર્યો હતો. તેથી સરકારનો પ્રયાસ છે કે ખેડૂતોના મુદ્દે સંસદમાં કોઇ ઉહાપો ન થાય.
સંસદનું બજેટસત્ર શુક્રવારે શરૂ થઈ ગયું છે. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું બજેટ અભિભાષણ થયું. તેમણે ૨૬ જાન્યુઆરી લાલકિલ્લા પર થયેલા તિરંગાના અપમાનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે બંધારણ તમામને અભિવ્યક્તિની આઝાદી આપે છે, અભિવ્યક્તિનું સન્માન કરે છે. તો એ જ બંધારણ તમામને કાયદાનું પાલન કરવા માટે પણ કહે છે.

Related posts

‘અબી આણિ સીડી’માં અમિતાભ બચ્ચન પોતાનું જ પાત્ર ભજવશે

Charotar Sandesh

શોપિયાંમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત ૨ આતંકવાદી ઠાર મરાયા

Charotar Sandesh

ભારતની સીમામાં ઘૂસેલા ચીનના જહાજને નૌસેનાએ ખદેડ્યું…

Charotar Sandesh