અમદાવાદ : ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્ર થી ગુજરાત આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે લોકો વાહન લઈ આવી રહ્યા છે. તેઓ પાસે ૭૨ કલાક પહેલાં કરાવેલા કોરોના ટેસ્ટ રીપોર્ટ માંગવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિ પાસે રીપોર્ટ ન હોય તેઓને પરત મોકલવામાં આવી રહ્યા છે.
નર્મદા જિલ્લા પોલીસ-આરોગ્યતંત્ર અને પોલીસ દ્વારા જિલ્લાની સરહદે સાગબારા તાલુકાના ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનો- મુસાફ્રોનું સઘન ચેકીંગ અને સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે
ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસ દ્વારા કડક હાથે ચેકીંગ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કેસ વધતા ગુજરાત આવતા વાહન ચાલકો પાસે ૭૨ કલાક પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ છે. ટેસ્ટમાં નેગેટીવ આવેલ હોય તેવી વ્યક્તિઓને જ ગુજરાતની ધનશેરા ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશ આપવા નો ચૂસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ એ ગુજરાત માં પ્રવેશ કરવો હોઈ તો આરટીપીસીઆર હોઈ તો જેને પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારે તો ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતા લોકોને પ્રવેશ બંધી કરી દીધી છે.
જોકે માત્ર શાકભાજી અને ભારે વાહનો જેમાં જીવન જરૃરિયાત સામાન હોઈ એને જવા દેવામાં આવે છે નર્મદા જિલ્લા પોલીસ અને આરોગ્યતંત્રની ટીમ ૨૪ કલાક તૈનાત છે હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાંથી આવેલ કોઇપણ વ્યક્તિ આરટીપીસીઆર ટેસ્ટ ૭૨ કલાકમાં કરાયેલ હોય તો જ માન્ય ગણાશે. દેડિયાપાડા પી એસ આઈ ગલચરે જણાવ્યું હતું કે, અમે જેઓ પાસે માસ્ક નથી તેમને માસ્ક પણ આપીએ છે. દરેકનું થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે. ઉપરાંત દરેક પાસે કોરોના ટેસ્ટનો રિપોર્ટ પણ અમારા જવાનો માગે છે.