ગાંધીનગર : કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસમાં અચાનક વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1197પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 90,139એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2947એ પહોંચ્યો છે. જ્યારે 1047 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 80.22 ટકા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. ત્યાં જ આજે રાજ્યમાં 77,949 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આણંદ શહેરમાં આજરોજ લાંભવેલ રોડ પર આવેલ રિલાયન્સ માર્ટના ૧ર કર્મચારીઓને કોરોના પોઝીટીવ, જેની ગણતરી સરકારી ચોપડે નથી અપાઈ…
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન 168, અમદાવાદ કોર્પોરેશન 144, વડોદરા કોર્પોરેશન 90, સુરત 85, જામનગર કોર્પોરેશન 79, રાજકોટ કોર્પોરેશન 77, અમરેલી 34, વડોદરા 34, પંચમહાલ 31, ભરૂચ 29, ભાવનગર કોર્પોરેશન 27, કચ્છ 24, બનાસકાંઠા 23, ગાંધીનગર 23, રાજકોટ 22, મહેસાણા 21, પાટણ 21, ગાંધીનગર કોર્પોરેશન 20, અમદાવાદ 19, દાહોદ 19, ભાવનગર 18, મોરબી 17, ગીર સોમનાથ 16, જુનાગઢ 15, જુનાગઢ કોર્પોરેશન 14, ખેડા 14, નર્મદા 12, પોરબંદર 12, દેવભૂમિ દ્વારકા 11, મહીસાગર 10, જામનગર 9, આણંદ 8, છોટા ઉદેપુર 8, તાપી 8, નવસારી 7, સુરેન્દ્રનગર 7, બોટાદ 6, સાબરકાંઠા 6, વલસાડ 6, અરવલ્લી 2, ડાંગ 1 કેસો મળી કુલ 1197 કેસો મળ્યા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 4, રાજકોટ 2, રાજકોટ કોર્પોરેશન 2, સુરત 2, સુરત કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1, દાહોદ 1 ગીર સોમનાથ 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 17 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2947એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 72,308 નાગરીકો સાજા થઈ ગયા છે. 2947ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,884 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,798 સ્ટેબલ છે.