ગુજરાત સરકારની સત્તાવાર જાહેરાત : લોકોના જીવ તાળવે ચોંટયા : વધુ વિગતો મેળવાય રહી છે…
સુરત : વિશ્ર્વભરમાં 2,20,000થી વધુ કોરોના વાયરસના પોઝીટીવ કેસ સામે આવ્યા છે જેમાંથી 9000ના મૃત્યુ થયા છે. આજે ભારતમાં પંજાબના 72 વર્ષીય વૃદ્ધનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્ર્રમાં સૌથી વધુ 47 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ત્યારે આજે ગુજરાતમાં કોરોના વાયરસના બે પોઝીટીવ કેસ આજે સામે આવ્યા છે. સુરતની 21 વર્ષની યુવતી લંડનથી ફલાઇટમાં મુંબઇ પરત આવી હતી તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તો રાજકોટના જંગલેશ્ર્વરના 32 વર્ષીય યુવાન સાઉદી અરેબીયાના મકકા મદીનામાં ઉમરા પઢી મુંબઇથી ટ્રેન મારફત રાજકોટ પહોંચ્યો હતો. 12 માર્ચ તેઓને શ્વાસ લેવામાં તકલીફને તાવની ફરિયાદ કરી હતી.18 માર્ચના બપોરે 11.30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા.
જેનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રાજકોટના યુવકના પરિવારના 3 સભ્યોને પણ કોરોનાની શંકા, સુરત અને રાજકોટના બંને વ્યકિતને હાલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તથા બંને પરિવારજનો અને પાડોશીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.