Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

ગ્રાહકો માટે જીએસટીનું બિલ બનશે જેકપોટ : ૧૦ લાખથી ૧ કરોડના ઈનામની યોજના…

ન્યુ દિલ્હી : ગ્રાહકોને ખરીદી કરતી વખતે બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર જીએસટી અંતર્ગત રૂ. ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોટરીની યોજના બનાવી રહી છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)ના સભ્ય જ્હોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્‌ઝ અને સર્વિસ ટૅક્સ (જીએસટી) હેઠળના દરેક બિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટૅક્સ ચૂકવવા માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.
‘અમે નવી લોટરીની સિસ્ટમ લઇને આવ્યા છીએ. જીએસટી હેઠળ દરેક બિલ વિજેતા લોટરીની ટિકિટ હોવાનું માનવામાં આવે છે. તે ડ્રો માટે જશે અને ભાવ એટલા ઊંચા છે કે ૨૮ ટકા બચાવ્યા વિના મારી પાસે રૂપિયા દસ લાખથી લઇને એક કરોડ સુધી જીતવાની તક છે. લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનો આ પ્રશ્ર્‌ન છે,’ એમ જોસેફે એસોચેમના કાર્યક્રમમાં જણાવ્યું હતું.
આ યોજના મુજબ ખરીદીના બિલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. અને આપમેળે ડ્રો થઇ જશે અને વિજેતાને જણાવવામાં આવશે. ચાર સ્તરના જીએસટી અંતર્ગત માલ અને સેવાઓ પર ૫, ૧૨,૧૮ અને ૨૮ ટકા કર લાગે છે. આ ઉપરાંત લક્ઝરી, સીન અને ડીમેરિટ ગુડ્‌ઝ પર સૌથી વધુ ટૅક્સ રેટ ઉપરાંત સેસ પણ લગાવવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાણાપ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલ પ્રસ્તાવિત લોટરી યોજનાની તપાસ કરશે. લોટરીની યોજના માટે પાત્ર બનવા મિનિમમ કેટલી રકમનું બિલ હોવું જોઇએ એ પણ નક્કી કરવામાં આવશે. યોજના મુજબ ગ્રાહક કલ્યાણ ભંડોળમાંથી આ લોટરી યોજના માટે નાણાં આવશે.
જીએસટીની આવકના છિંડા (લુપહોલ્સ) પૂરવા માટે સરકાર લોટરી અને ક્યુઆર કોડ આધારિત ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા સહિત બિઝનેસથી ગ્રાહક સોદાના વિકલ્પ અંગે વિચારણા કરશે.

Related posts

પૂરી થઇ 500 વર્ષનો આતુરતા : ગર્ભગૃહમાં બિરાજ્યા રામલલા, પીએમ મોદીએ કરી પ્રાણ-પ્રતિષ્ઠા

Charotar Sandesh

કોરોનાનો કાળો કેર : પોઝિટિવ કેસો ૫ હજારને પાર, ૧૪૯ના મોત…

Charotar Sandesh

મમતા બેનર્જીનો મોટો આરોપ : મોદી સરકારે બંગાળને કોરોના રસી નથી આપી…

Charotar Sandesh