Charotar Sandesh
ઈન્ડિયા

ચીનને વધુ ફટકો : વંદે ભારત ટ્રેન પ્રોજેક્ટ માટે માત્ર ભારતીય કંપની જ બીડ કરી શકશે…

ન્યુ દિલ્હી : ભારતીય રેલવે હવે ૪૪ વંદે ભારત ટ્રેનો માટે અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયાની બોલી મંગાવવા જઈ રહ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બિડીંગ માનવામાં આવી રહ્યું છે. તેમાં ફક્ત દેશી કંપનીઓ જ બોલી લગાવી શકશે. અગાઉ ચીની કંપનીએ પણ આ બોલી માટે રસ દાખવ્યો હતો. પણ હવે સાફ થઈ ગયું છે કે, આ બીડિંગમાં ફક્ત ભારતીય કંપનીઓ જ બોલી લગાવી શકશે. તેનું બીડિંગ ઓનલાઈન અને લાઈવ હશે. જે સૌથી ઓછી બોલી લગાવશે, તે કંપનીને આ ટ્રેન બનાવવાનું ટેન્ડર મળી જશે.
જાહેર થયેલ રિવાઝ્‌ડ ટેન્ડરને બે કારણોને લીધે ઘરેલું કહેવામાં આવી રહ્યું છે. પહેલી વાત તો એ કે, તેમાં ૭૫ ટકા લોકલ કન્ટેન્ટ હશે, જ્યારે આ પહેલાં બિડમાં ૫૦ ટકા લોકલ કન્ટેન્ટ રાખવાની વાત કહેવામાં આવા છે. અને બીજું કારણ એ છે કે ભારતીય કંપનીઓ જ આ ટેન્ડર માટે બોલી લગાવી શકશે.
અધિકારીઓએ જણાવ્યું કે, આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું કેમ કે આત્મનિર્ભર ભારત હેઠળ મેક ઈન ઈન્ડિયા અને ઘરેલું મેન્યુફે્‌ક્ચરિંગ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી શકે. ટેન્ડર અનુસાર આ ટ્રેનો આઈસીએફ ચેન્નાઈ, આરસીએપ કપૂરથલા અને એમસીએફ રાયબરેલીમાં બનાવવામાં આવશે. આ ટેન્ડરમાં બોલી લગાવવા માટે પહેલું ચરણ પર અને દે બાદ જ બોલી લગાવી શકશે.

Related posts

ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલે નવા ત્રણ કૃષિ કાયદાને ડેથ વોરન્ટ ગણાવ્યા…

Charotar Sandesh

દુનિયાની કોઇ તાકાત ભારતની એક ઇંચ જમીન છીનવી શકે તેમ નથી : રક્ષામંત્રીનો હૂંકાર…

Charotar Sandesh

ભારતમાં વિદેશી રોકાણ વધશે, ગ્રોથ રેટ સાત ટકા થશે : IMF

Charotar Sandesh