Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ

“ચીની પ્રોડક્ટનો બહિષ્કાર નહીં કરવામાં આવે, તો ફરીથી ગુલામ થતાં કોઈ રોકી નહિ શકે…”

  • ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના બાદ ગુલામ બનવાની શરૂઆત થઈ હતી, જો ચીની પ્રોડક્ટ નો બહિષ્કાર નહિ કરવામાં આવે તો ફરીથી ગુલામ થતાં કોઈ રોકી નહિ શકે…!

ભારત-ચીનની સરહદે ભારતીય જવાનોની શહાદત પછી સમગ્ર દેશમાં ચીન વિરૃદ્ધ ગુસ્સો ફૂટી નીકળ્યો છે. ઠેર-ઠેર લોકોએ ચાઈનીઝ સામાનની હોળી કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિ જિનપિંગની તસ્વીરો સળગાવાઈ રહી છે. ડ્રેગનના બોયકોટની ઝુંબેશ શરૃ થઈ છે. ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવા અનેક સંસ્થાઓ મેદાનમાં ઉતરી છે. ચીનની હરામખોરી પછી માત્ર પ્રોડક્ટ જ નહીંચ ચીનનો પણ બહિષ્કાર કરવો જોઈએ તેવી જનભાવનાઓ પ્રબળ બની છે. લદાખની ઘટનાથી સમગ્ર દેશ લાલધૂમ થયો છે. અનેક સંસ્થાઓ અને વેપારીઓએ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અનુરોધ કર્યો છે. ચીની કંપનીઓ સાથે થયેલા કરારો રદ્ કરવા પણ માંગણી ઊઠી છે. લોકોનું કહેવું છે કે ચીનમાંથી ઈમ્પોર્ટ ઓછી કરી ચીનને જોરદાર પાઠ ભણાવવો જોઈએ.
જે રીતે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ, ભારતમાં વેપાર રોજગાર ધંધાના નામે પ્રવેશીને સત્તા હાસલ કરી હતી તેવી જ રીતે ચીનની વિવિધ કંપનીઓ ભારતમાં પગપેસારો કરીને ભારતીય અર્થતંત્રને પ્રભાવિત કરવા માંગે છે. અંગ્રેજો સામે જે રીતે અસહકારની લડત લડીને હંફાવ્યા હતા તેવી જ રીતે ચીનની વિવિધ કંપનીઓ સામે પણ અસહકારની લડત લડીને ચીનને આડકતરી રીતે હંફાવવું પડે. કોરોના વાયરસના ફેલાવા બાદ વિશ્વમાં ફરી એકવાર ચીન પ્રત્યે લોકોની સમજ અને વ્યવહારમાં બદલાવ આવી રહ્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ભારતમાં અનેક ક્ષેત્રો આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર બનવાની અપીલ બાદ ફરી એકવાર ચીનની બનાવટનો બહિષ્કાર કરવાની માંગ વધુ મજબૂત બની છે. કેટલાકે તેનો અમલ પણ શરૂ કર્યો છે. જેની સીધી અસર ચીનને પડશે. ચીન મુદ્દે ભારત ફરી એકવાર ભુલ કરી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ, ભારતમાં પહેલા વેપાર ધંધાના નામે પગપેસારો કરીને સત્તા હાસલ કરી હતી, તેવી જ રીતે ચીનની વિવિધ કંપનીઓ પણ ભારતમાં વેપાર ધંધાના નામે પગપેસારો કરીને ભારતીય અર્થતંત્ર ઉપર કબજો કરી રહી છે.
બીએસએનએલ સહિત ટેલિકોમ કંપનીઓને ૪-જી સેવા માટે ચીનની કોઈપણ સામગ્રી કે ટેકનલોજીનો ઉપયોગ નહીં કરવાની સૂચના અપાઈ ગઈ છે અને સરકારી સ્તર પર ગઈરાત્રે આ નિર્ણય લેવાઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. બીએસએનએલની ફોરજી ટેકનોલોજીની સ્થાપનામાં ચીની કંપનીઓને દૂર રાખવામાં આવશે અને સંચાર મંત્રાલય દ્વારા બીએસએનએલને આ સૂચના મોકલી દેવામાં આવી છે. આ દિશામાં જારી કરવામાં આવેલા ટેન્ડરને રિવર્સ કરવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે. જેથી ચીનની કંપનીઓ તેમાં ભાગ ન લઈ શકે. આ ઉપરાંત મોબાઈલ સેવા ક્ષેત્રમાં પણ ચીન પરની નિંભરતા દૂર કરવાનો નિર્ણય લેવાયો છે અને ટેલિકોમ ક્ષેત્રની ખાનગી કંપનીઓને પણ ચીનની કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી સામગ્રી યુઝ નહીં કરવાની સૂચના અપાઈ છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ મોબાઈલ સેવા સાથે જોડાયેલ ઉપકરણોમાં ચીનની સામગ્રીનો ઉપયોગ કરે છે, પરંતુ પરંતુ હવે તે બંધ કરવી પડશે. સાથોસાથ ચીનની આ પ્રકારની તમામ સામગ્રીઓનો સુરક્ષાની તપાસ પણ સખત બનવાની છે અને મોટાભાગે તો ચીનની આવી કોઈ સામગ્રીનો ઉપયોગ કરવા દેવામાં આવશે જ નહીં. ચીનની સામગ્રીથી ભારતની જાસૂસી કરવા પર અનેકવાર સવાલો ભૂતકાળમાં ઊઠી ચૂક્યા છે અને ચીનની સામગ્રીઓ પહેલાથી જ શંકાના દાયરામાં નહીં ત્યારે કેન્દ્ર સરકારે ચીનની સામે આર્થિક લડાઈ શરૃ કરી દીધી છે.
આજે દેશમાં રોજબરોજની અનેક ચીજવસ્તુઓ પૈકી ઘણીબધી ચીજવસ્તુઓ સીધી કે આડકતરી રીતે  ચીનની સાથે સંકળાયેલી છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ગ્રેટ બ્રિટનના મહારાણીના આર્શિવાદ હતા તેવી જ રીતે ચીનની અનેક કંપનીઓને ચીનની સત્તાધારી ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના આર્શિવાદ છે. ભારતમાં કાર્યરત વિવિધ ચીનની કંપનીઓ ઉપર સીસીપીનો સીધો જ પ્રભાવ છે. તાજેતરમાં જ ચીનની ઝુમ એપ દ્વારા જાહેર કરાયું હતું કે ચીનની સરકારના કહેવાથી જ, ચીનનો ઉગ્ર વિરોધ કરનારા ભારતીયોનુ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.  તો ટીકટોકે પણ ચીનની વિરુધ્ધમાં બોલનારાના એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા હતા. આ દર્શાવે છે કે, ભારતમાં વેપાર ઘંધાના નામે કાર્યરત થયેલી ચીનની વિવિધ કંપનીઓ પર ચીનની સરકારનો પ્રભાવ છે. અને તેમના કહેવા મુજબ જ ચીનની કંપનીઓ ભારતમાં કામગીરી કરી રહી છે.
  • સ્ટીલ : ચીનનો 20% માર્કેટ પર કબજો દેશમાં સ્ટીલનું માર્કેટનો આકાર 108.5 મેટ્રિક ટન છે, જેમાંથી ચીની ચીજોનો માલ 18-20% છે. આ સેગમેન્ટમાં આપણે ચીની ચીજોમાંથી સ્વતંત્રતા મેળવી શકીએ છીએ.
  • સૌર ઉર્જા: ચીનનો 90% માર્કેટ પર કબજો દેશમાં સોલાર એનર્જીનું માર્કેટ કદ 37,916 મેગાવોટ છે, જેમાંથી ચીની કંપનીઓનો હિસ્સો 9૦% છે. આ સેગમેન્ટમાં ચીની ચીજોથી છૂટકારો મેળવવું લગભગ અશક્ય છે, કારણ કે ઘરેલું ઉત્પાદન કરતી કંપનીઓ નબળી છે અને અન્ય વિકલ્પો મોંઘા છે.
  • ઈન્ટરનેટ એપ: ચીની એપના દિવાના ભારતીય યૂઝર દેશમાં 45 કરોડ સ્માર્ટફોન યૂઝર છે, જેમાં 66 ટકા લોકો કમસે કમ ચીની એપનો ઉપયોગ કરે છે. આ સેગમેન્ટમાં ચીનથી પીછો છોડાવવો આસાન છે, પરંતુ ભારતીય યૂઝર્સે ટીકટોક જેવા એપથી મોહનો ત્યાગ કરવો પડશે અને આનો વિકલ્પ શોધવામાં ભારતને અત્યાર સુધી નિષ્ફળતા જ હાથ લાગી છે.
  • ઓટોમોબાઈલ ટૂલ્સ: ચીનનો 26% માર્કેટ પર કબજો દેશમાં ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સ માર્કેટની 4.27 લાખ કરોડનું છે, જેમાંથી ચીની કંપનીઓનો હિસ્સો 26% છે. આ સેગમેન્ટમાં પણ, ચીની ચીજોથી છૂટકારો મેળવવો મુશ્કેલ બનશે, કારણ કે ઘરેલું અથવા વૈશ્વિક વિકલ્પો શોધવાનું સરળ રહેશે નહીં.
  • સ્માર્ટફોન : ચીનનો 72% માર્કેટ પર કબજો દેશમાં સ્માર્ટફોન બજાર 2 લાખ કરોડ રૂપિયાનો છે, જેમાં ચીનની હિસ્સેદારી 72 ટકા છે. ચીની સ્માર્ટફોનથી પીછો છોડાવવો મુશ્કેલ છે, કેમ કે આ દબદબો દરેક પ્રાઈસ સેગમેન્ટમાં છે અને આરએન્ડડીમાં પણ ઘણો આગળ છે.

ચીનની ૩૭૧ જેટલી ચીજોના આયાત પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે મન બનાવી લીધું છે…

સરકારી વર્તુળોના જણાવ્યા મુજબ ચીનની ૩૭૧ જેટલી ચીજોના આયાત પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે મન બનાવી લીધું છે. આ માટેની તૈયારી શરૃ કરી દેવામાં આવી છે અને બેઠકોના દોર શરૃ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ આ માટેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે તેવી શક્યતા છે. વડાપ્રધાનની કચેરી સમક્ષ આ સમગ્ર હકીકતો મૂકવામાં આવશે અને આ બાબતના તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવશે ત્યારબાદ ફાઈનલ નિર્ણય જાહેર કરવામાં આવશે. ચીનના રમકડા, પ્લાસ્ટિકની ચીજો, સ્પોર્ટસની આઈટમ તેમજ ફર્નિચર સહિત ૩૭૧ જેટલી ચોજોના આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આ પગલું લગભગ નિશ્ચિત જ માનવામાં આવે છે. ઉપરાંત દર્શાવેલ તમામ ચીજોની આયાત વર્ષે ૧ર૭ અબજ ડોલર જેટલી થવા જાય છે. આ તમામ ચીજોની આયાત પર હવે ભારત પ્રતિબંધ મૂકી દેશે અને આવી કોઈ ચીજને ભારતમાં આવવા દેવાશે નહીં.
સરકાર ટૂંક સમયમાં ચીન અને અન્ય પાડોશી દેશોની સસ્તી, નીચી ગુણવત્તા ધરાવતી આયાત અટકાવવા નિયમો જાહેર કરવાની તૈયારી કરી રહી છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, લોકોએ જ ચીનની પ્રોડક્ટસનો બહિષ્કાર કરવો જોઈએ.
  • લેખક :- પિન્કેશ પટેલ – “કર્મશીલ ગુજરાત” નવામુવાડા, લુણાવાડા, મહીસાગર
  • સંકલન :- જીગ્નેશ પટેલ, આણંદ

Related posts

’તારક મહેતા’માં દિશા વાકાણીનું સ્થાન વિભૂતિ શર્મા લે તેવી અટકળો

Charotar Sandesh

રામબાણ ઈલાજ : કાળા જાંબૂના બીથી દૂર થશે ડાયાબિટીસ સહિતની આ બીમારીઓ…

Charotar Sandesh

અમેરિકાના ન્યુજર્સીમાં ૧૧ ઓગ. ૨૦૧૯ રવિવારના રોજ ”ઇન્ડિયા ડે પરેડ” યોજાશે…

Charotar Sandesh