Charotar Sandesh
ગુજરાત

ચૂંટણી જીતાડવા પાટીલ ભાજપના હારેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક…

ગાંધીનગર : આગામી સમયમાં વિવિધ ચૂંટણીઓ આવી રહી છે. વિવિધ ચૂ્‌ંટણીઓમાં જીત મેળવવા માટે ગુજરાત ભાજપે અત્યારથી જ કમર કસી છે. જીતના લક્ષ્યાંક સાથે ભાજપે નવી રણનીતિ અપનાવી છે. કમલમ ખાતે હવે ભાજપના હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. વર્ષ ૨૦૦૭, ૨૦૧૨ , ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યોની બુધવારે એક બેઠક મળશે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. જેમાં હારેલા ધારાસભ્યો હાજરી આપશે. કમલમ પર યોજાનારી આ બેઠકમાં ભૂષણ ભટ્ટ, દિલીપ સંઘાણી, જગરૂપસિંહ રાજપૂત, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણલાલ વોરા સહિત ૩૦ પૂર્વ ધારાસભ્યોની બેઠક મળશે. અત્યાર સુધીમાં હારેલા નેતાઓની મળનારી ભાજપની આ પ્રથમ બેઠક છે.
૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી તથા આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્ર બાદ હવે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે. સીઆર પાટીલ ૩થી ૫ સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓના ટાર્ગેટ ઉત્તર ગુજરાતનું આખુ શિડ્યુલ આવી ગયું છે. સીઆર પાટીલ ૨ સપ્ટેમ્બરની રાત્રે અંબાજી પહોંચશે. ૩ સપ્ટેમ્બરે સવારે ૮.૩૦ વાગ્યે મા અંબાના દર્શન કરશે. મા અંબાના દર્શન કરીને પાટીલ પ્રવાસની શરૂઆત કરશે. સપ્ટેમ્બરે વીર મેઘમાયા પવિત્ર સ્થળના દર્શન કરશે. સાથે જ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવની પણ મુલાકાત લેશે.
આ દિવસે સવારે ૯ વાગ્યે ઊંઝા જશે. પાટીલ ઊંઝામાં સ્થાનિકો સાથે બેઠક કરશે. મહેસાણામાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સીઆર પાટીલ મહેસાણામાં પ્રેસ કોન્સફરન્સ પણ કરશે. ગાંધીનગરના કલોલમાં ભવ્ય સ્વાગત કરાશે. ૫ તારીખે ગાંધીનગરના ચિલોડામાં પાટીલનું સ્વાગત કરાશે. જેના બાદ સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ તેમનું સ્વાગત કરાશે. સવારે ૧૦ વાગ્યે હિંમતનગરમાં સ્વાગત અને બેઠકનું આયોજન કરાયું છે. જેના બાદ અરવલ્લીના ગાંભોઈ, રાજેન્દ્ર ચોકડી અને મોડાસામાં ભવ્ય સ્વાગત કરાશે. મોડાસામાં બેઠક પણ કરશે.

Related posts

રાજ્યમાં ૬૦ જેટલા આઇપીએસ અધિકારીની બદલીનો તખ્તો તૈયાર…

Charotar Sandesh

આધારકાર્ડમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ…

Charotar Sandesh

ગુજરાત આવનારાઓ માટે કોરોના ટેસ્ટના રિપોર્ટ નહીં હોય તો નહીં મળે એન્ટ્રી…

Charotar Sandesh