Charotar Sandesh
બોલિવૂડ

છોરી ફિલ્મના રોલ માટે રોજ હોરર ફિલ્મો જોતી હતીઃ નુસરત ભરૃચા

મુંબઇ : નુસરત ભરૂચા હાલ પોતાની ફિલ્મ ‘છોરી’ના શૂટિંગને લઈને સુપર એક્સાઈટેડ છે. ફિલ્મ માટે તેની તૈયારી પણ એકદમ હાઈ છે. છોરીમાં પોતાના કેરેક્ટરને ન્યાય આપવા માટે નુસરતે એક પછી એક ૧૦ હોરર ફિલ્મ જોઈ. આ માટે તેણે ૧૦ દિવસનો સમય લીધો હતો.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન નુસરતે આ વાતની ચોખવટ કરતા કહ્યું કે, ‘ફિલ્મની તૈયારી માટે મેં ગેટ આઉડ, ધ શાઈનિંગ, રોઝમેરિઝ, બેબી, ડોન્ટ બ્રીધ, અ ક્વાઈટ પ્લેસ, ધ રિંગ ઝૂ-ઓન, હેરેડિટ્રી, ઓમેન, વન મિસ્ડ કોલ, આઈટી, ડાર્ક વોટર અને અ ટેલ ઓફ ટુ સિસ્ટર્સ જોઈ. આ ફિલ્મો જોયા પછી એટલો ડર લાગ્યો જે હું ૧૦ દિવસ સુધી ઊંઘી શકી નહોતી. પરંતુ મને લાગે છે કે મારે મારા ચરિત્ર અને મારા પ્રેઝન્ટેશન માટે તે ડરને માઈન્ડ સ્પેસમાં બેસાડવાની જરૂર હતી.’
નુસરતના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે સની કૌશલ અને વિજય વર્મા સાથે ‘હુડદંગ’માં દેખાવશે. તેની પાસે ઓમંગ કુમારની ફિલ્મ ‘જનહિત મેં જારી’ પણ છે. થોડા દિવસ પહેલાં રાજકુમાર રાવ સાથેની તેની છલાંગ ફિલ્મ રિલીઝ થઇ છે. જેમાં દર્શકોને તેનું કામ ગમ્યું છે.

Related posts

ઉમર કો પ્યાર સે કયા લેના દેના હૈ ? : રકુલ પ્રીત

Charotar Sandesh

Indian Idol : ઉત્તરાખંડના પવનદીપ રાજને જીત્યો ઈન્ડિયન આઈડલ-૧૨નો ખિતાબ

Charotar Sandesh

સારા અલી ખાને લવ લાઇફનો ખુલાસો કર્યો, કહ્યું : હાં હું પ્રેમ કરું છું…

Charotar Sandesh