Charotar Sandesh
ગુજરાત

જાહેરમાં થૂંકતા અમદાવાદીઓએ ૨ કલાકમાં ૨૦૦૦૦૦ નો દંડ ભર્યો..!!

અમદાવાદ : હાલ સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસને લઈને સરકાર સાવધાન થઈ ગઈ છે. અને દરેક વાત પર સાવચેતી રાખી રહ્યું છે ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારાને રૂ.પ૦૦નો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઇ છે. થૂંકવાથી કોરોના વાઇરસ ફેલાતો હોઇ તંત્રે આજથી શહેરભરમાં થૂંકનાર વ્યકિતને પકડવા ૩૦૦ ટીમ તહેનાત કરી છે.

રાજ્ય સરકારે ઇન્ડિયન એકેડેમિક એકટ અમલમાં મૂકતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારાને રૂ.પ૦૦નો દંડ વસૂલવાની કામગીરી શરૂ કરાઇ છે. થૂંકવા કે છીંક ખાવાથી ઊડતા છાંટાથી કોરોના વાઇરસ ફેલાતો હોઇ તંત્રે આજથી શહેરભરમાં થૂંકનાર વ્યકિતને પકડવા ૩૦૦ ટીમ તહેનાત કરી છે અને સવારના બે કલાકમાં જ રૂ.બે લાખથી વધુનો દંડ વસૂલાયો છે.

અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરમાં થૂંકનારને રૂ.૧૦,૦૦૦ની પેનલ્ટી કરવાની જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાતની અમલવારી થઇ શકી નથી, પરંતુ રાજ્ય સરકારે રૂ.પ૦૦ વસૂલવાની તાકીદ કરતાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા રસ્તા પર થૂંકનારા લોકોને પકડીને તેમની સામે દંડની કાર્યવાહી કરવા આજે સવારથી જ ૩૦૦ ટીમ તહેનાત કરાઇ છે. પ્રત્યેક ટીમમાં એક સેનેટરી ઇન્સ્પેકટર અને ચાર સફાઇ કર્મચારી મળીને કુલ પાંચ સભ્ય છે.

શહેરના બાગ-બગીચા, ચાર રસ્તા સહિતના તમામ સ્થળોએ આ ૩૦૦ ટીમ આજે સવારના ૯-૩૦ વાગ્યાથી ગોઠવાઇ ગઇ છે અને જાહેરમાં થૂંકનાર પ્રત્યેક નાગરિકને પકડીને તેમની પાસેથી રૂ.પ૦૦નો દંડ વસૂલાઇ રહ્યો છે. આ દંડનીય કાર્યવાહી નવો આદેશ ન મળે ત્યાં સુધી ચાલશે.

Related posts

જાણીતી ગાયિકા ગીતા રબારીએ કોરોના કાળમાં ડાયરો યોજી ઐસી-તૈસી કરી…

Charotar Sandesh

આગામી ફિલ્મ પઠાણને લઈ ગુજરાતમાં વિરોધ યથાવત : આ શહેરમાં સિનેમાઘરો નજીક તોડફોડ

Charotar Sandesh

કડીની હોસ્પિટલમાં એક્સપાયરી ડેટ વાળા રેમડેસિવિરનો વેપલો કરતી નર્સ ઝડપાઇ…

Charotar Sandesh