Charotar Sandesh
બોલિવૂડ

જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ’મુંબઈ સાગા’ ઓટીટી પર થશે રિલીઝ…

મુંબઈ : કોરોના સંક્રમણના કારણે દેશમાં વર્ષ ૨૦૨૦ માં તમામ થિયેટરો લોકડાઉનના કારણે બંધ થઈ ગયા હતા. જેના કારણે થિયેટરના ધંધા પર ખરાબ અસર પડી હતી. જે પછી, લોકડાઉનમાં, ચાહકોને ઓટીટી પ્લેટફોર્મ પર તેમની મનપસંદ સ્ટારની મૂવીઝ જોવા મળી. ફિલ્મના ઘણા નિર્માતાઓએ તેમની ફિલ્મોને સીધા લોકડાઉનમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી હતી. ફિલ્મ નિર્માતાઓ પણ હિટ-ફ્લોપ્સના જોખમે બચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૦ માં અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વરૂણ ધવન, સુશાંત સિંહ રાજપૂત, આયુષમાન ખુરાના, આલિયા ભટ્ટ, સંજય દત્ત જેવા સ્ટાર્સની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ ’મુંબઈ સાગા’ પણ આ વર્ષે ૨૦૨૧ માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે, નવું વર્ષ શરૂ થતાં જ જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીના ચાહકોને સારા સમાચાર મળ્યા છે. લોકડાઉન પહેલા ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. ફિલ્મ રિલીઝ માટે લગભગ તૈયાર છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે.
મુંબઈ સાગાના નિર્માતાઓ આથી ખૂબ જ ખુશ છે અને આ સોદો અંતિમ માનવામાં આવે છે. જોન અબ્રાહમ અને ઈમરાનની આ ફિલ્મની સ્ટોરી ૮૦ના દશકની છે. ગેંગસ્ટરની કહાની પર ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન સંજય ગુપ્તાએ કર્યું છે. ફિલ્મમાં હુમા કુરેશી,સુનિલ શેટ્ટી પ્રતિક બબ્બર, ગુલશન ગ્રોવર, રોનિત રોય, મહેશ માંજરેકર જેવા કલાકારો છે.

Related posts

નેશનલ ઍવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મના પીઢ અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન

Charotar Sandesh

જ્હાનવી કપૂરે શકીરાના મૂવ્સને ભૂલી જાઓ એવા કર્યો બેલી ડાન્સ…

Charotar Sandesh

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ગરીબ બાળકોને વહેંચ્યાં ફૂડ પેકેટ, વિડીયો વાયરલ…

Charotar Sandesh