Charotar Sandesh
ગુજરાત

ઝાયડ્‌સ કેડિલાએ તૈયાર કરેલ કોરોના રસીને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી…

૩૦ હજાર જેટલા વોલન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે…

અમદાવાદ : કોરોના વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે ત્યારે ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર કરાયેલી કોરોના વેક્સિન ZyCoV-D ની બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ભારત સરકારના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
વૈશ્વિક ફાર્મા કંપની ઝાયડસ કેડિલા હવે ત્રીજા તબક્કામાં ૩૦ હજાર જેટલા વોલન્ટિયર્સ પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે. ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કામાં ZyCoV-D સલામત, રોગપ્રતિકારક શક્તિને નુકસાન નહીં પહોંચાડનારી હોવાનું સંતોષકારક પરિણામ સામે આવ્યું છે. તંદુરસ્તી ધરાવતા પુખ્ત વયના ૧ હજાર જેટલા વોલન્ટિયર્સ પર બીજા તબક્કાની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી.
જેમાં વેક્સિન સલામત અને રોગપ્રતિકારક શક્તિને નુકસાન નહીં પહોંચાડતી હોવાનું પુરવાર થયું છે. સ્વાયત્તતા ધરાવતા ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ દ્વારા આ પરીક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેના રિપોર્ટ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનને નિયમિત ધોરણે મોકલવામાં આવતા હતા.
આ અંગે ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ આર. પટેલે જણાવ્યું કે ’કોરોના વેક્સિન તૈયાર કરવા માટે અમે હવે મહત્ત્વના પડાવ તરફ પ્રવેશી ચૂક્યા છીએ. ભારતમાં તૈયાર કરવામાં આવેલી સલામત રસી દ્વારા કોરોના સામેના જંગમા લોકોને મદદ કરવાનો અમારો હેતુ છે. કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે આ વેક્સિનની અસરકારક્તા કેટલી છે તેના માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ મહત્વની પુરવાર થશે.

Related posts

આપ પાર્ટીની નવી ઓફિસના ઉદ્ધઘાટનમાં લોકોના ખિસ્સા કાપતા વૃદ્ધ પકડાયા…

Charotar Sandesh

એલઆરડી મુદ્દે ઠરાવ રદ કરાવવા અલ્પેશ ઠાકોરનું સરકારને ૪૮ કલાકનું અલ્ટિમેટમ…

Charotar Sandesh

સુરતમાં ડ્રગ્સ અને કોફી શોપ, કપલ બોક્સના દૂષણને દૂર કરે પોલીસ : સમાજના અગ્રણીઓની માંગ

Charotar Sandesh