જો આ થયું તો અમેરિકન ઇતિહાસની સૌથી ભ્રષ્ટ ચૂંટણી હશે : ટ્રમ્પ
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મેઇલ-ઇન બેલેટ (ઇમેઇલ અથવા પત્ર દ્વારા મતદાન)નો વિરોધ કર્યો છે. એરિઝોનાની ચૂંટણી રેલીમાં ટ્રમ્પે કહ્યું- જો ૨૦૨૦ની ચૂંટણીમાં ઇ-મેઇલ દ્વારા મતદાનને મંજૂરી આપવામાં આવે તો જરા વિચારો કે શું થશે? આ બધા મત કોને મળશે? જો આવું થાય, તો તે દેશના ઇતિહાસમાં સૌથી ભ્રષ્ટ ચૂંટણી હોઈ શકે. ડેમોક્રેટ્સ છેતરપિંડી કરવા માંગે છે.
ટ્રમ્પે કહ્યું- જ્યારે અમેરિકા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ચૂંટણીઓ યોજી શકે છે ત્યારે રોગચાળાની વચ્ચે તે કેમ ન થઈ શકે. મારા હિસાબે, આ સમયગાળામાં આપણે ચૂંટણીઓ ન કરી શકીએ તેવું કારણ નથી.
અમેરિકન રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, ડેમોક્રેટિક પાર્ટી કોરોના વાયરસના બહાના હેઠળ લોકોને મતદાન કરતા રોકવા માગે છે. તેમણે કહ્યું- ડેમોક્રેટ્સ રોગચાળાના બહાના હેઠળ લાખો નકલી મેઇલ-ઇન બેલેટ મોકલીને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, અમે આ થવા નહીં દઈએ. અમારા સૈનિકો અથવા જેઓ મતદાન માટે આવી શકતા નથી તેમના ઇમેઇલ્સ દ્વારા મતદાન કરવામાં કોઈ નુકસાન નથી.
- Nilesh Patel