Charotar Sandesh
સ્પોર્ટ્સ

ડે-નાઇટ ટેસ્ટમાં પણ ગુલાબી બોલના સ્થાને લાલ બોલનો ઉપયોગ થવો જોઇએ : સ્ટિવ સ્મિથ

મેલબર્ન : ક્રિકેટની દુનિયામાં સમય સમય પર ફેરફારો થતાં રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટની દુનિયા સાવ બદલાઇ ગઇ છે, ટેસ્ટ અને વનડે બાદ ટી૨૦ ક્રિકેટ આવી, હવે ટેસ્ટ ક્રિકેટમાં મોટા ફેરફાર સાથે ડે-નાઇટ ટેસ્ટ મેચ આવી ગઇ છે. પરંતુ ડે-નાઇટ ટેસ્ટને લઇને અવારનવાર સમસ્યાઓ ઉભી થતી રહી છે. હવે આ કડીમાં હાલનો ટેસ્ટ ક્રિકેટનો નંબર વન બેટ્‌સમને સ્ટીવ સ્મિથ ખુશ નથી, સ્ટીવ સ્મિથના મતે ડે-નાઇટ ટેસ્ટમાં પણ ગુલાબી બૉલની જગ્યાએ લાલ લૉલનો ઉપયોગ થવો જોઇએ. સ્મિથને પિન્ક બૉલથી સંતોષ નથી.
કોહલીએ પહેલી ડે-નાઇટ ટેસ્ટની પહેલી ઇનિંગમાં૭૪ રન બનાવ્યા હતા, જે બન્ને ટીમો તરફથી કોઇપણ બેટ્‌સમેનનો સર્વશ્રેષ્ટ સ્કૉર હતો. સ્મિત માત્રે એક રન બનાવી શક્યો હતો. સ્મિથ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નના નજરીયાથી પણ સહમત નથી કે તમામ ટેસ્ટ મેચોમાં લાલ બૉલની જગ્યાએ ગુલાબી બૉલનો ઉપયોગ કરવામાં આવવો જોઇએ.
સ્ટીવ સ્મિથે કહ્યું- હુ પર્સનલી ઇચ્છુ છુ કે લાલ બૉલ ક્રિકેટ જીતવી રહે. મને લાગે છે કે એક મેચ કાફી છે. જેમ કે આપણે એડિલેડમાં જોઇ, આપણે ઘણીબધી સારી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી છે. સ્મિથે કહ્યું પરંતુ કુલ મળીને પર્સનલી રીતે હું લાલ બૉલ ક્રિકેટ રમવાનુ પસંદ કરુ છે.

Related posts

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ઋષભ પંતે સંભાળી કમાન, ફટકારી સદી…

Charotar Sandesh

ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ટિ્‌વટર પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું

Charotar Sandesh

વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશીપ : ૧૪ વર્ષના ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદાએ ગોલ્ડ જીત્યો…

Charotar Sandesh