Charotar Sandesh
વર્લ્ડ

ડેલ્ટા વેરિએન્ટ પ્લસની યૂકે, યૂએસ, જાપાન, રશિયા સહિતના ૯ દેશોમાં એન્ટ્રી…

લંડન/વોશિંગ્ટન : કોરોના મહામારીની બીજી લહેર શાંત પડી ગઇ છે પરંતુ કોરોના નવા સ્વરુપ ધારણ કરીને સામે આવ્યો છે. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેલ્ટા પ્લેસ વેરિએન્ટ ૯ દેશોમાં છે જેમાં યૂકે, યૂએસ, જાપાન, રશિયા, ભારત, પૂર્તગાલ, સ્વિત્ઝર્લેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે. ભારતમાં ડેલ્ટા પ્લેસના ૪૦ કેસ ધ્યાનમાં આવ્યા છે અને હજુ તેને વેરિએન્ટ ઓફ ઇન્ટરસ્ટની શ્રેણીમાં રાખવામાં આવે છે.
ડેલ્ટા વેરિએન્ટના કેસ કેરલ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે. દરેક રાજયોને પત્ર લખીને આ નવા વેરિએન્ટને કેવી રીતે કંટ્રોલમાં કરવો તે અંગે જણાવવામાં આવ્યું છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કોઇ પણ ભોગે આગળ વધતો અટકાવવો છે.
નિષ્ણાતોનું પણ માનવું છે કે ડેલ્ટા વેરિએન્ટ ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા મુજબ ભારતની બંને વેકિસન કોવેકિસન અને કોવિશીલ્ડ ડેલ્ટા વેરીએન્ટ પર અસરકારક છે.
નીતિ આયોગના સભ્ય વી કે પોલે આ દરમિયાન જણાવ્યું કે કોરોના વાયરસની લહેર કોરોનો સક્રિય રહેવાથી આવે છે. જો આપણે તેની સામે પ્રોટેકશન નહી કરીએ તો ભોગ બનતા વાર લાગશે નહી.જો વાયરસ સ્વરુપ બદલી નાખે તો તે જોખમી સાબીત થાય છે આથી વાયરસને અનુકૂળ વાતાવરણ ઉભું થાય તેવો ચાન્સ જ નહી આપવો તે એક માત્ર ઉપાય છે.
ઘણા દેશોમાં ચાર લહેરો આવી ગઈ છે. કોરોનાની લહેરને ભવિષ્યવાણી કરવી ખુબ જ અઘરી છે. જે લોકોએ કોરોનાની રસીનો એક ડોઝ લીધો છે કે બે ડોઝ તેઓએ ભીડમાં જવું જોઇએ નહી. છેવટે તો માણસનું સ્વાસ્થ્ય કેવું છે તેના પર જ બધુ નિર્ભર છે.

Related posts

ટીમ ૨ જૂનના રોજ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ પોતાનો પ્રથમ મેચ રમશે બાંગ્લાદેશે વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ટીમની જાહેરાત કરી

Charotar Sandesh

બગદાદમાં અમેરિકાના દૂતાવાસ પર રોકેટ હુમલો : ટ્રમ્પે ઇરાનને જવાબદર ઠેરવ્યું…

Charotar Sandesh

WHOના ચીફ કોરોના દર્દીના સંપર્કમાં આવતા ક્વોરન્ટાઇન થયા…

Charotar Sandesh