Charotar Sandesh
ઈન્ડિયા

તમિલનાડુના કુડ્ડાલોરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટઃ સાતના મોત

કુડ્ડાલોર : તામિલનાડુના કુડ્ડાલોરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે વિસ્ફોટને કારણે સાત લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થવાના સમાચાર છે. તમામ ઈજાગ્રસ્તોનો સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી માહિતી મળી છે કે ફેક્ટરીમાં નવ મહિલા હતી. જેમાંથી સાતનાં મોત થયા છે. મૃતકોમાં ફેક્ટરી માલિક અને તેની દીકરી પણ સામેલ છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા સાથે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે તામિલનાડુના કુડ્ડાલોરમાં શુક્રવારે સવારે જ્યારે લોકો કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમણે વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. ધડાડો કેટલો પ્રચંડ હતો તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે તેને અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્ફોટ જિલ્લાના કુરુનકુડી ગામ ખાતે આવેલી ફેક્ટરીમાં થયો હતો. આ વિસ્તાર રાજધાની ચેન્નાઇથી ૧૯૦ કિલોમીટર દૂર છે.
ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ તાત્કાલિક આગ બૂઝાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી ફટાકડાની ફેક્ટરીમાંથી સાત મૃતદેહ કાઢવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર વિભાગ હાલ ફેક્ટરીમાં કયા કારણે આગ લાગી હતી તેના કારણની તપાસ કરી રહ્યા છે.

Related posts

શ્રીનગરમાં અથડામણઃ ત્રણ આતંકી ઠાર,એક જવાન શહિદ

Charotar Sandesh

ખેડૂત આંદોલનના સમર્થનમાં ૩૦ જાન્યુઆરીથી અન્ના હજારે આમરણ અનશન પર ઉતરશે…

Charotar Sandesh

છોકરીઓ બગડી છે તો તેના પાછળ તેમની માતાઓ જ જવાબદાર છે : મીના કુમારી

Charotar Sandesh