Charotar Sandesh
બોલિવૂડ

તાપસી પન્નુ ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ એપ્રિલથી શરૂ કરશે…

મુંબઈ : તાપસી પન્નુ ‘સૂરમા’ અને ‘સાન્ડ કી આંખ’ બાદ ફરી એક સ્પોટ્‌ર્સ ફિલ્મમાં કામ કરવાની છે. ‘રશ્મિ રોકેટ’ ફિલ્મમાં તાપસી ગુજરાતી એથ્લીટના રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી શરૂ થશે. પહેલું શેડયૂઅલ કચ્છમાં હશે ત્યારબાદ મુંબઈ, દિલ્હી, દેહરાદૂન અને મસૂરીમાં શૂટિંગ થશે. કચ્છના રણ ઉત્સવમાં સેટ હોય તેવા સોન્ગથી ફિલ્મના શૂટિંગની શરૂઆત થશે.
એથ્લીટના રોલમાં ફિટ થવા માટે તાપસી છેલ્લા બે મહિનાથી તૈયારી કરી રહી છે. હરિદ્વારમાં તે ટ્રેનિંગ લઇ રહી હતી. હરિદ્વારની જે કોલેજની જીમમાં ટ્રેનિંગ લઇ રહી હતી તે જીમને કોલેજે તાપસી પન્નુનું નામ પણ આપી દીધું છે. રોજ બે કલાક તૈયારી કરતી જેથી એથ્લીટ જેવી બોડી લેન્ગવેજ અને સ્ટેમિના મળે.
ફિલ્મ ‘રશ્મિ રોકેટ’માં તાપસી રશ્મિનું કેરેક્ટર પ્લે કરવાની છે જે કચ્છના એક ગામડામાં રહેતી હોય છે. રશ્મિ ઘણું ઝડપથી દોડતી હોય છે માટે ગામના લોકો તેને રોકેટ કહેતા હોય છે. જ્યારે તેને પોતાનો હુન્નર દેખાડવાનો મોકો મળે છે ત્યારે તે પીછેહઠ કરતી નથી અને આગળ વધે છે. ત્યારબાદ તેની જિંદગીમાં જે ઉતાર ચડાવ આવે છે તેના પર આખી સ્ટોરી આધારિત છે.

Related posts

ડ્રગ કેસમાં શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સહિત મોટા નામ સામે આવતા થઇ શકે છે પૂછપરછ

Charotar Sandesh

ગોવિંદા અને યશરાજ ફિલ્મ્સની કારનો થયો અકસ્માત, જાનહાની ટળી…

Charotar Sandesh

‘છિછોરે’ ફિલ્મનું ટ્રેલર ૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે…

Charotar Sandesh