Charotar Sandesh
બોલિવૂડ

દયાભાભીની હવે ‘તારક મહેતા’માં નહીં પરંતુ ‘બિગબોસ’માં થઈ શકે છે એન્ટ્રી…

મુંબઈ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને સૌના દિલ પર છવાઈ જનારી દિશા વાંકાણીને લઈને એક નવી ચર્ચા સામે આવી છે. દિશાનો બિગબોસ-૧૪ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. શોના નિર્માતા ઈચ્છે છે કે દિશા વાંકાણી શોની આ સીઝનનો હિસ્સો બને. જો કે આ અંગે હજુ સુધી દિશા તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ પહેલાં અહેવાલો આવ્યા હતા કે બિગબોસ-૧૪નું શૂટિંગ પૂર્ણ થઈ શકયું નથી જેના કારણે તેના પ્રસારણમાં વિલબં થઈ શકે છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે સલમાન શૂટિંગ કરી શકતો નથી. હવે આ શો સપ્ટેમ્બર નહીં બલ્કે ઓકટોબરમાં પ્રસારિત થઈ શકે છે. અહેવાલો અનુસાર આ વર્ષે સ્પર્ધકોને હંમેશાની જેમ સાહના હિસાબથી ફી નહીં મળે. આ ઉપરાંત એલિમિનેશન પ્રક્રિયા પણ અલગ છે.
આ વખતે સ્પર્ધકોનું તાપમાન અને ચોખ્ખાઈના આધારે ઘરમાં રહેવા દેવામાં આવશે. જો કોઈ સ્પર્ધક બીમાર હશે તો તેને બહાર કરી દેવામાં આવશે એટલા માટે સ્પર્ધકની ઈમ્યુનિટી મજબૂત હશે તો જ તેને શોમાં એન્ટ્રી મળશે. આ વખતના શોમાં સેલિબ્રિટી ગેસ્ટમાં જૈસ્મીન ભસીન, નેહા શર્મા, વિવિયન ડિસેના, હર્ષ બેનીવાલ, નિયા શર્માના નામ સંભળાઈ રહ્યા છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

Related posts

ફિલ્મોમાં રોલ મેળવવાં હું કોઇ હિરો સાથે સુતી નથીઃ રવિના ટંડન

Charotar Sandesh

મરાઠી ફિલ્મની મશહુર સિંગર ગીતા માલીનું રોડ એક્સિડન્ટમાં મોત…

Charotar Sandesh

અભિનેત્રી સની લિયોનીની ૨૯ લાખની છેતરપિંડી મામલે કેરળ પોલીસે પૂછપરછ કરી…

Charotar Sandesh